________________
આત્મબલિદાન
“ જૅસન ! મેં એક વખત તમારા અપરાધ કર્યો; પણ ત્યાર પછી તમે આખા વખત મારે માથે બળતી સગડી જ સ્થાપી રાખી છે.” “ના, ના, તેં મારા કા અપરાધ કદી કર્યો નથી; એ તો હું જ થોડી વાર પાગલ બની ગયા હતો, – અને એમ માની બેઠો હતો કે હું જ તારી સાર-સંભાળ રાખનાર છું એટલે મને તારા ઉપર બધા અધિકાર છે. પણ એ બધું ગાંડપણ તો કયારનું પતી ગયું. મારા બોલવા ઉપર એટલી ખાતરી રાખ, હું કશેા બીજો ભાવ રાખીને અહીં આવ્યો નથી – મારે માત્ર તને સુખી થયેલી જોવી છે; – મારા જેવા કંગલાથી કંઈ થઈ શકતું હાય તે કરી છૂટીને.”
“જૅસન, એક વાત મને કહે! — હું તો મારા પતિને ભૂલી શકું એમ ન હતું; પણ બીજી કોઈ સ્ત્રી તમને ચાહી શકી હોત અને તમને સુખી કરી શકી હોત; તમે એમ કેમ ન થવા દીધું?”
“ હે ? બીજી કોઈ સ્ત્રી?”
૩૭૮
“ હા, હા, કયાંક ને કયાંક તે તમારી રાહ જોતી જ હશે; એટલે તમે જીવનથી હતાશ ન બની જશો. તમને સુખી જોઈશ તો જ મારા અંતરનો એક કાયમનો ખટકો દૂર થશે.'
""
''
66
‘હું જીવનથી હતાશ શા માટે થાઉં? હું હરિંગજ હતાશ થયા નથી. ” એટલું બાલી જૅસન ફીકું હસવા લાગ્યા. પણ પછી એક ક્ષણમાં ગંભીર બની જઈને બાલ્યા, “તો તું ઘરબાર, સગાં-સાગવાં બધું છોડીને અહીં આ વેરાન વગડામાં તારા પતિની સાથે એક છાપરા નીચે રહેવાનું મળે એટલા માટે જ આવી છે, એમ?'' “હા. એ જ્યાં હાય ત્યાં જ મારું ઘર; એમનાં સગાંસાગવાં એ જ મારાં સગાં-સાગવાં.”
66
અને તું આ બે લાંબાં વર્ષો સુધી, એની સમક્ષ પ્રગટ થવાનો સમય આવે એની રાહ જોતી જ ગુપચુપ અહીં પડી રહી છે?” “હા; ભલે ને સાત વર્ષ કે ચૌદ વર્ષ રાહ જોવી પડે તોપણ
""
શું?”