________________
તે આત્મબલિદાન મારા હાથ એવા રોકાઈ ગયા કે, હું યાદ કરી તને પત્ર લખી તારી ખબર પુછાવી શકું કે મારી ખબર તને મોકલી શકું, તેમજ ન રહ્યું.
“પણ ખરી રીતે તું કદી મારા મનમાંથી દૂર થઈ નથી. તો હવે આટલે લાંબે ગાળે પણ કંઈક ચિતા સાથે તેને પૂછું છું કે, લેંગ્યુને દરવાજે તે રાતે વિદાય થતી વખતે મેં જે કહેલું તે તને યાદ છે? તે તને હજુ મંજૂર છે? તારા બાપુના શા સમાચાર છે? તે ભલા માણસ ક્ષેમકુશળ જ હશે. તેમને કંઈ સંકટ આવે જ નહિ; અને આવે તો પછી પરમાત્માના ન્યાયીપણા ઉપર જ વિશ્વાસ મૂકવા જેવું શું રહે?
“તું તો હવે ખાસી મોટી થઈ ગઈ હોઈશ; તારી અત્યારની છબી હું ગોઠવીને મનની પીંછીથી ચીતરવા જાઉં છું, તો તે માન્યામાં ન આવે એટલી સુંદર બની રહે છે. તારે કોઈ નવા મિત્રો થયા છે? મને તો ઘણા નવા મિત્રો થયા છે; છતાં મારા અંતરમાં નિકટમાં નિકટ તો મારો એક જૂનો - બાળપણનો મિત્ર જ વસેલે છે.”
– આ જગાએ પત્ર લખવો બંધ કર્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. પણ પછી કંઈક મોટા, છૂટા છૂટા અને ઉતાવળે લખેલા અક્ષરમાં આ પ્રમાણે લખાણ આગળ ચાલતું હતું –
તારો કાગળ મને હમણાં જ મળ્યો. સમાચાર જાણી હું આભો બની ગયો છું. તારા બાપુ હજુ અહીં આવ્યા નથી. તેમનું વહાણ રેકજાવિક જ આવવા નીકળ્યું હતું? કે તે હાફનેકૉર્ડ જવાનું હતું? વચ્ચે ગમે ત્યાં તે લાંગર્યું હોય, પણ તું લખે છે તેમ તે જો પખવાડિયા પહેલાં ઊપડ્યું હોય, તો તે અહીં ક્યારનું આવી પહોંચ્યું હેવું જોઈએ. એટલે કાગળ લખવા વચ્ચે બંધ કરીને હું તેમની તપાસ માટે એક હોડી મોકલવાની વ્યવસ્થા કરવા દોડી ગયો હતો. તે હોડી ઊપડી ગઈ છે. તે હવે “સ્મકી પૉઇટ' પહોંચવા આવી હશે. તેની સાથે જો તારા બાપુ આવી પહોંચશે, તો તો તેમનું હજાર હજાર પ્રકારે