________________
માઈકેલ સન-હૉસને ઉદય મારું મન અને મારી ઇચ્છા તેની મરજીને અનુસરતાં હતાં, પણ હવે હું ચૂંટાયેલા સભ્ય બન્યો, એટલે હું જે લોકોનો પ્રતિનિધિ બન્ય, તેમનાં હિતને અનુસરવા લાગ્યો.
પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન કેવા કેવા બનાવો બન્યા – ગવર્નરજનરલે લોકોના હિતની વિરુદ્ધનાં કેવાં કેવાં કાવતરાં મારી આંખે સામે રચ્યાં, અને હું તેના ઘરમાં રહેતો હોઈ, જરાય વિરોધ કરી શકતો ન હતો – વગેરેની લાંબી દાસ્તાન કહેવા હું આ પત્રમાં પ્રયત્ન નહીં કરું. ટૂંકમાં કહી દઉં તો મારે તેનું ઘર છોડી તેનાથી છૂટા થવું પડયું. પછી તો છંછેડાઈ જઈ તે માણસે મારા ઉપર કારમું વેર લેવા સઘળા પ્રયત્ન કર્યા; પણ મારી આસપાસ પણ ટેકેદારોની સારી સંખ્યા ઊભી થઈ હોઈ, તે મને કંઈ ઈજા ન પહોંચાડી શક્યો. છેવટે તેણે ડેન્માર્કની સરકારને કહીને આથિગની સત્તામાં કાપ મુકાવવા પ્રયત્ન કર્યો. તે વખતે મેં એનો વિરોધ કરવાની આગેવાની લીધી, અને આખા ટાપુમાં ક્રાંતિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. આખું આઇસલૅન્ડ પરદેશી ડેનિશ સરકારની સામે થઈ ગયું, અને છેવટે જર્મન જૉર્ગન્સનને આઇસલૅન્ડ છોડી ભાગવું પડ્યું. એમ ડેનિશ સત્તાનો આઇસલેન્ડમાં અંત આવ્યો.
કાંતિ પછી, જૉર્ગન જૉર્ગન્સન પરદેશી સરકારની મદદથી ફરી ચડાઈ ન કરે તે માટે ટાપુના સંરક્ષણની જોગવાઈ કરવાને કામે હું તાબડતોબ લાગી ગયો. ડેનિશ લોકોનું એક નાનું શું સંસ્થાન આ ટાપુમાં હતું. તે લોકોએ ક્રાંતિ વખતે ડેન્માર્કની સરકારનો પક્ષ લીધો હતો, તેથી તેને નાબૂદ કરવું પડયું. એ બધા કેદીઓને રાજધાની રેપુજાવિકમાં રાખવા એ બિન-સહીસલામતીભર્યું ગણી, મેં તે લોકોને ક્રિશુવિકની ગંધકની ખાણોમાં કામ કરવા મોકલી દીધા. આ રીતે રાજ્યને આર્થિક આવક ઊભી કરે એવો એક ઉદ્યોગ પણ શરૂ થયો. આમ થોડા વખતમાં જ આવાં બધાં ચિંતાભર્યા અને તાકીદનાં કામોથી