________________
માઈકેલ સન-લૉસને ઉદય
૧૭૧ વાગત થશે. કેવા ભલા માણસ! અને તેમની ઉદારતાને કારણે જ તે છેક ખાલી થઈ ગયા! ભગવાને તો એમના જેવા માણસને અખૂટ ભંડાર ભરી આપવા જોઈએ ! ગમે તેમ, ભગવાન હું તેમની ભેગો થાઉં ત્યાં સુધી તેમને સહીસલામત રાખે એટલે બસ.
મને હવે તારી ચિંતા પણ ઓછી નથી થતી ગ્રીબા. તારી માના ઘરમાં તારી હવે શી સ્થિતિ હશે, એ હું કલ્પી શકું છું. હું આ કાગળ સાથે પચાસ પાઉંડ મોકલું છું. તે સ્વીકારતાં સંકોચ ન કરતી. હું મૅન-ટાપુ છોડીને અહીં આવ્યો તે દિવસે તારા બાપુએ મને એટલા પાઉંડ ઊછીના આપ્યા હતા. તે પાઉંડ હું તેમની પુત્રીને પાછા વાળું છું, એટલું જ. એ કંઈ બક્ષિસ નથી, અને બક્ષિસ માને તોપણ જેઓ અરસપરસ ચાહે છે, તેમનામાં એવી લેવડ-દેવડ કશો આભારનો ભાર ચડાવતી નથી.
“અહીંના કામકાજનો હવે મને પહેલી વાર કંટાળો આવવા લાગ્યો છે. મને અત્યારે તારે પડખે દોડી આવવાનું જ મન થયા કરે છે. પણ એ તો તારી પરવાનગી વિના ન બની શકે. તું કબૂલ થાય તો હું તાબડતોબ એક વિશ્વાસુ માણસને તારી પાસે મોકલું, જે તને તારા બાપુ પાસે અને મારી પાસે લઈ આવે. પણ એમ તારા અહીં આવવાનો શો અર્થ થાય, તે તું સમજી શકે છે; એટલે જ તારી લેખિત પરવાનગી આવ્યા પછી જ હું તેમ કરી શકું. માટે વહાલી, જલદી લખી જણાવ – જલદી – જલદી –”
‘અહીંયાં પાછો કાગળ લખાતો બંધ થયો હોય તેમ લાગતું હતું. પછી નીચે આ પ્રમાણે તા.ક. હતા –
“આ ઉત્તરના પ્રદેશમાં રહેવાની એક કુદરતી સજા છે કે, વર્ષમાં લગભગ અર્થો વખત અમારે બાકીની દુનિયાથી અલગ થઈ જવું પડે છે. અને બાકીના અર્ધા ભાગમાં પણ પવન અને દરિયો જ્યારે મરજીમાં આવે ત્યારે અમને અલગ પાડી દઈ શકે છે. એટલે