________________
ઉદ્દય અને અસ્ત
આદમે તો માં જ બહાર બતાવ્યું ન હતું. તેને માલસામાન ખરીદનારા ટીખળ કરતા તથા હસતા હસતા વેરાઈ ગયા, ત્યાર પછી ગ્રીબા બધા હિસાબ લઈને તેની પાસે આવી. છ મહિનાના અગાઉથી મળેલા પગાર પણ અંદર નાખતાં પાછળનાં દેવાં ચૂકવાયા પછી આદમ પાસે પંદરેક પાઉંડ માંડ બચતા હતા.
૧૩૯
પ
બીજે દિવસે સવારે આદમ અને ગ્રીબા આ મકાન છોડી, ૉડ્યૂ-મથકે પેાતાના જૂના ઘર તરફ જવા ઊપડી ગયાં.
સાથે માત્ર બુઢ્ઢો ચેલ્સ એ-કીલી ભારવૈયા જ તેમને સ્હોસહ્યો સામાન ગાડીમાં ભરીને આવતો હતો.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી ગરમી હતી; અને ત્રણ ત્રણ અઠવાડિયાંથી સુકવણું ચાલતું હાવાથી રસ્તાઓ ધૂળવાળા થઈ
ગયા હતા.
ચેલ્સ એ-કીલી રસ્તો ખૂટે તે માટે વાતો કરવા લાગ્યા. આ પૉની લાવ્યા તે પહેલાં તેનું જે ગધેડું હતું એની વાત તેણે ઉપાડી. એ ગધેડાની વાત નીકળી એટલે નાનપણમાં તેના ઉપર સવારી કરવાના રિસયા માઇકેલ સન-લૉક્સની વાત આવી. પછી તો ચેલ્સ પોતે માંદો પડતાં તેણે એક પૈસા પણ લીધા વિના એ ગધેડું પાલવવા એક પડોશીને આપી દીધું તેની વાત કાઢી. પછી પાતે સાજો થતાં એ ગધેડું કંઈક કામ માટે ઊછીનું માગવા ગયા ત્યારે પેલા પડોશીએ પૈસા લીધા વિના આપવાની સીધી ના પાડી દીધી, એ વાત કહી. અને છેવટે તેણે ઉમેર્યું, “ દુનિયાની રીત જ એવી છે; તમે કોઈને તમારું પહેરણ આપા, તો તે તમારી ચામડી ઊતરડી લેવા ન આવે તો તમારી જાતને ભાગ્યશાળી ગણજો ! ”