SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આદમની વિદાય આ પાર થઈ ગયા હતા અને પુરુષવર્ગ ખેતરોમાં ચાલ્યો ગય હતો; પણ મિસિસ ફેબ્રધર ઘેર જ હતી. તેણે આ ત્રણેને દરવાજો ઉઘાડી મકાનમાં પેસતાં જોયાં. તે તરત જ મનમાં ગણગણી ઊઠી, “હું ધારતી જ હતી. તેઓ શા કામે આવ્યાં છે તે હું અબઘડી કહી આપું!” આદમે ઘરમાં પેસી બહારથી સ્વસ્થ રહેવાને પ્રયત્ન કર્સ, પિતાની પત્નીને અભિવાદન કર્યું. પણ મિસિસ ફેરબ્રધરે શો જવાબ ન વાળ્યો. તેણે ઝીંબા ઉપર અને છેવટે ચેલ્સ ઉપર નજર કરી લઈ, ટાઢાશથી એટલું જ કહ્યું, “અને અહીં આ ધાડ લઈને શા માટે આવ્યા છો, વારુ?” “રૂથ! તે અમારા ઉપર કમનસીબે પાડેલી પસ્તાળની વાત સાંભળી જ હશે; કારણકે આખો ટાપુ એ વાત જાણે છે. હું એ બાબતની કશી ફરિયાદ કરતો નથી – કારણકે, બધું ઈશ્વરના જ હાથમાં છે, અને શું સાચું છે તે એ જાણે છે. હું હવે ઘરડો થઈ ગયો છું, રૂથ; જાતની જ સંભાળ રાખી શકું તે રહ્યો નથી, તો પછી બીજાની તો શી રીતે રાખી શકું. અને – ” પણ આદમ આગળ બોલે તે પહેલાં મિસિસ ફેરબ્રધર અકળામણથી જમીન ઉપર પગ ઘસતી બોલી ઊઠી, “ટૂંકું કરે ને સાહેબ; તમારે ઇરાદો શો છે?”
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy