________________
સાહ્નસની વિદાય
૧૪૧
આદમે આભા બની જઈ, જરા સ્વસ્થતાથી જવાબ આપ્યો, મારા ઇરાદા મારે ઘેર પાછા આવવાનો છે, રૂથ.
66
"9
“ ઘેર ? અને કયે ઘેર, એ જરા મહેરબાની કરીને કહેશો ?'' મિસિસ ફૅરબ્રધરે કર્કશપણે પૂછ્યું.
આદમ એક ક્ષણ જરા ચૂપ રહ્યો, અને પછી બાલ્યો, “ કચે ઘેર? આ ઘેર જ વળી, રૂથ !”
""
“ આ ઘેર છુ પણ આ ઘર તમારું નથી.'
આ ઘર મારું નથી?” આદમ શૂન્ય બની ગયો
66
“મારું નથી ? હાય તેમ મનોમન ગણગણ્યો. પણ પછી એકદમ ટટાર થઈને બાલ્યો, કેમ રે? આ ઘર મારું કેમ નથી? હું અહીં જન્મ્યો હતો, મારી પહેલાં મારા બાપુ પણ અહીં જ જન્મ્યા હતા. મારી પાંચ પાંચ પેઢીએ અહીં જ જન્મી છે અને અહીં જ મરી છે. આ ઘરના છાપરાની એકએક વળી અમને ઓળખે છે.”
“રાખા, રાખા, હવે ! તમે જો આ ઘરમાં વધુ રહ્યા હોત, તો છાપરાની એક વળીય બાકી રહી ન હોત. નહીં, સાહેબ; મેં આ ઘરનું છાપરું સાચવી રાખ્યું છે, એટલે આ ઘર મારું છે. '
99
"6
હા, હા, એ તારું છે; કારણકે, મેં તને એ આપ્યું છે.”
..
તમે મને આપ્યું છે? અરે જા, જાઓ; તમારા હાથમાં થઈને તો તમારી બધી મિલકત સરી જતી હતી તે વખતે મારા હકનું ગણીને મેં તેને સાચવી લીધું છે. તમારા હાથમાં વળી તમારું કહેવાય એવું કશું જ શું બાકી રહ્યું છે! બધું ચાળણીમાંથી પાણી નીકળી જાય એમ નીકળી ગયું છે!”
“મારા હાથમાંથી તો ચાળણીની પેઠે એક જ વસ્તુ ચાલી ગઈ છે, અને તે મારી પત્નીની વફાદારી, જેણે ચાલીસેક વર્ષ પહેલાં ઈશ્વર સમક્ષ મને ચાહવાના અને મારા આદર કરવાના સાગન લીધા હતા.
""