________________
૧૩૮
આત્મબલિદાન આવક પણ જોખમમાં આવી પડી, ત્યારે તેને પોતાના આ બધા નામના મોભાને વેચી નાખી તેની કિંમત ઉપજાવી લેવાનું સલાહભર્યું લાગ્યું. એટલે તેણે અંગ્રેજ સરકારને તે બધું વેચી નાખ્યું અને પિતાના બાપે ઉપજાવી હતી તેના કરતાં છ ગણી કિંમત ઉપજાવી. આમ પોતાના તમામ હક ટાપુ ઉપર સમાપ્ત થતાં, તેણે આદમ ફેરબ્રધરને તાકીદની નોટિસ અને અર્ધા વર્ષને નોટિસનો પગાર અગાઉથી મોકલાવી આપી, એકદમ છૂટો કર્યો.
ગ્રીબા અને આદમ ઉપર આ ફટકો એ અચાનક આવી પડ્યો છે. તેમને એ વિષે ખેદ કરવા બેસવાનું પણ રહ્યું નહિ. ગવર્નમેન્ટ-હાઉસ અને એને સરસામાન તો સરકારી હતાં, એટલે નવો ગવર્નર કોઈ પણ ક્ષણે તેમને કબજો લેવા આવી પડે તેમ હતું. જોકે, થોડેઘણે સ્ટૉક આદમને હતો; પણ તેવું થોડુંઘણું દેવું હતું, એટલે તેણે એ સ્ટૉક વેચી નાખી દેવું ચૂકતે કરવા વિચાર કર્યો.
- આખા ટાપુના ડાહ્યા લોકો આદમની થયેલી આ માઠી વલે જોવા અને પેટ ભરીને ટીકા કરવા સ્ટૉકની હરાજી વખતે ભેગા થયા. આદમ સાંભળે તેમ મેટેથી ટીકા ચાલવા લાગી – “કુપાત્રને ગમે તેવી સારી જગાએ બેસાડો, તેથી તેને તે જગા જાળવી રાખતાં કે સાચવતાં કદી આવડે?” “પાંચસો પાઉડને વાર્ષિક પગાર હોવા છતાં, ભાઈસાહેબ છેક જે ખાલી છે!” “કેટલાક લોકોના હાથમાં પૈસા આવે એટલે જાણે ચાળણીમાં પાણી ભર્યું !”
આદમના છ દીકરા ત્યાં હાજર હતા. તેઓ બેલવા લાગ્યાં, “આ બધા ગોટાળા માટે હવે અમારે દોષ કોઈ ન કાઢશે.”
જેસન પણ ત્યાં ઊભો હતો. તેનું મેં તોફાન સાથે ચઢી આવેલા વાદળ જેવું કાળું બુશાક બની ગયું હતું, અને ગમે તે ક્ષણે ગમે તેની ઉપર તૂટી પડવા ઝળુંબી રહ્યો હોય એવો તેને દેખાવ થઈ ગયો હતો.