________________
૧૩૦
ઉદય અને આત ગીબાને પિતાના હાથમાં વીંટી લીધી અને તેના ગાલ ઉપર તથા પછી હોઠ ઉપર ચુંબન કર્યું.
ઝીબા શરમથી લાલ લાલ થઈ જઈને એકદમ છટકીને દૂર નાઠી. જેસન બિચારો એમ ગભરાઈ ઊઠ્યો કે પિતે જંગલીપણું દાખવી ભારે અજુગતી વાત કરી છે, અને ગ્રીબા જરૂર ગુસ્સે થઈ જશે.
પણ ગ્રીબા તો નીચું જોતી જોતી, મંદ મંદ હસતી હસતી પગને ટેરવે ચાલતી હોય તેમ ધીમેથી કમરા બહાર નાસી ગઈ. તે ઘડીથી જેસનને ખાતરી થઈ ગઈ કે, તે પોતે ગ્રીબાના પ્રેમને પાત્ર થઈ શકે છે.
આદમની ધારણા ખરી હતી. જપતી કરી, હરાજીમાં માલ વેચી પૈસા વસૂલ કરવાનું શક્ય ન હતું. એટલે ઇજારદાર થોડા વખત બાદ ઇંગ્લેન્ડ પાછો ચાલ્યો ગયો, અને પછી જપતીને માટે કાઢેલી નોટિસ અંગે કશી કારવાઈ આગળ ન ચાલી.
પણ ટાપુના ડાહ્યા લોકો ડોકું ધુણાવતા કહેવા લાગ્યા કે, આદમ કૅરબ્રધર ઉપર કશી તવાઈ આવ્યા વિના રહેવાની નથી – તેણે કાયદેસર કામમાં આમ આડા પડવા જેવું કશું કરવું જોઈતું ન હતું.
પણ ધાર્યા કરતાં બીજી બાજુએથી જ તોફાન ફાટી નીકળ્યું.
ડરાક ઓફ ઍલના બાપે પિતાના નાણાંકિય હકો અંગ્રેજ સરકારને વેચી દીધા હોવાથી ડયૂક પાસે તો હવે આ ટાપુમાં તેને ઇલકાબ, બિશપની આવક ઉપર જાગીર-હક, અને તેનું ગવર્નરજનરલપાડ્યું - એટલાં વાનાં જ બાકી રહ્યાં હતાં. તેના ઇલકાબની તો અંગ્રેજ રાજદરબારમાં કશી માન્યતા ન હોવાથી, તેનું કશું ખાસ મહત્ત્વ ન ગણાય; અને ગવર્નર-જનરલપણાને પગાર પણ તે પોતે આ ટાપુમાં રહેતો ન હોઈ, પોતે નીમેલા સ્થાનિક ગવર્નરને આપી દેતો હોવાથી તેથીય ઓછા મહત્વનો ગણાય. તેની પાસે બિશપની આવક ઉપરનો જાગીર-હક એકલો જ હવે કંઈક મળતરવાળે રહ્યો ગણાય. પણ એ