________________
૧૩૬
આમ્બલિદાન
બધા કેસલ-ટાઉન પાછા આવ્યા. ગ્રીબા ઉત્સુક નજરે તેમના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. જેસનના કપાળ ઉપર મોટો પાટો જોઈ તે લગભગ બેહોશ થઈ ગઈ. જે સને તેને ઘણું ઘણું આશ્વાસન આપ્યું કે, ગભરાવા જેવું ખાસ કંઈ નથી; પણ ગ્રીના આખે પાટો છોડી નાખી, પછી પિતાને હાથે બધું સંભાળપૂર્વક અને મમતાપૂર્વક સાફ કરી, ફરીથી પાટો બાંધીને જ જંપી. ઘા એટલે
હતો અને આંખની એટલી નજીક આવી ગયો હતો કે, ગ્રીના આ વખત ભયથી જ કંપ્યા કરતી હતી. પણ જસને હસતાં હસતાં કહ્યું, “આવી મમતાભરી સારવાર મળવાની હોય તો બીજે દિવસે બીજી આંખ ઉપર એવો ઘા લઈને ન આવું તો મારું નામ જેસન નહીં !'
ગ્રીબાની છાતી ઊછળવા લાગી. તે તરત જ બોલી ઊઠી, પેલા તોફાનમાં ઝંપલાવવા બદલ તમારી જાત માટે તમને અભિમાન લેવા જેવું નથી લાગતું?”
“અભિમાન લેવા જેવું શા માટે?” જેસને બાઘાની પેઠે પૂછ્યું. * “તમે મેં કહ્યા પ્રમાણે આમ બીજી વાર સાહસ ખેડયું, અને તે બદલ તમને સારી પેઠે સહન કરવું પડ્યું. તે માટે, વળી!” ગ્રીબા લાલ લાલ થઈ જતી બોલી.
પણ અભિમાન લેવા જેવું એમાં શું આવ્યું?” જેસન બબૂચકની જેમ બેલી ઊઠ્યો.
તો શું તમને અભિમાન લેવા જેવું નથી લાગતું? મને તે તમારે માટે કેટલું બધું અભિમાન લેવા જેવું લાગે છે!”
બંને એકલાં જ હતાં. ગ્રીબાની છાતી ઊંચી ઊંચી ઊછળતી હતી અને તેની આંખોમાં વિચિત્ર પ્રકારની ચમક દેખાતી હતી. બીજી જ ભણે બંનેના હાથ ભેગા થયા, અને જેસનનું લોહી ઉકળવા લાગ્યું. તે પોતે શું કરે છે તેનું તેને ભાન થાય તે પહેલાં તેણે સુંદર