________________
ઉદય અને અસ્ત
: ૧૩૫ એ ઢેર હરાજીમાં ખરીદી ગરીબ માણસના મોંમાંથી રોટલો કાઢી લેવા અહીં કોઈ નહિ ઇચ્છે.”
તરત જ બિશપનો વકીલ આગળ આવ્યો અને આદમને ધમકી આપવા લાગ્યો કે, “તમે જો લોકોને ઉશ્કેરી આ કાયદેસર કામમાં ડખલ કરવાનો પ્રયત્ન કરશો, તો તમને દેવળનો તિરસ્કાર કરવા બદલ ! દેવળની અદાલત સમક્ષ હાજર થવા અહીં ને અહીં નોટિસ બજાવવામાં આવશે.”
આદમનું એ અપમાન લોકોનું ટોળું સહન કરી શક્યું નહિ. તેઓ તરત આગળ ધસવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. ઇજારદારનાં માણસો સામાં થયાં તે દરમ્યાન ગવર્નર એ ધક્કામુક્કીમાં જમીન ઉપર ગબડી પડ્યો. સ્કૉટિશ ઇજારદારે લોકો સામે પોતાની પિસ્તોલ ધરી અને તેના માણસો વાંકડી તરવારો ઊંઝવા લાગ્યા.
આ દરમ્યાન જૅસન, જાણે ચિતો જ ત્યાં આવી ચડયો હોય તેમ ટોળાની બહાર ઊભે હતો ત્યાંથી એકદમ અંદર ધસી આવ્યો. તેણે ગવર્નરને પકડીને જમીન ઉપરથી ઊભા કર્યા, સ્કોટિશ ઇજારદારને જમીન ઉપર ગબડાવી પાડ્યો અને તેને પિસ્તોલવાળો હાથ પોતાની એડી નીચે દબાવી દીધો. જે સનના મેની આસપાસ તરત તરવારો વીંઝાવા લાગી, પણ જેસને પોતાના લાંબા હાથના સપાટાઓ લગાવી એવો તરખાટ મચાવી મૂક્યો કે બે મિનિટમાં તો સૌ દૂર હટી ગયા. અને પછીની બે મિનિટમાં તો ઇજારદાર, તેની મંડળી સાથે, “વહેલો તે પહેલો” એ ઝડપે ત્યાંથી ભાગી ગયે.
લોકો તેમને હુરિયો બોલાવતા તેમની પાછળ પડયા.
બધામાં જેસન જ કારમી રીતે ઘવાયો હતો. તેની જમણી ભમ્મર ઉપર જ તરવારનો ઊંડો ઘા થયો હતો, અને તેમાંથી પુષ્કળ લેહી વહેતું હતું. પણ તેને એની કશી પરવા ન હતી.