________________
ઉદય અને અસ્ત
૧૩૧ ખૂબ ગુસ્સે થઈ ગયા; કારણકે તેમને મળવા જોઈતા પૈસા તેણે સામાન્ય ગરીબ-ગુરબામાં “વેડફી” માર્યા હતા, એટલે તેમને મળતા પૈસા છેક જ ઓછા થઈ ગયા અથવા લગભગ બંધ જ થઈ ગયા.
જેસન લેંગ્વ-મથકે ચાલ્યા કરતી આ બધી વાતો સાંભળતો – “ઉઘાડી આંખે આદમ બરબાદ થવા બેઠો છે; અને આદમને પોતાને જ ભીખ માગવા વારો આવશે, ત્યારે તેને કેણ એક પેની પણ આપવાનું છે?' થર્સ્ટન પોતાના પિતાની એવી આકરી ટીકા કરતો; અને જેસનના હાથ તો ઘણી વાર બાપ ઉપર તૂટી પડવા સળવળી
ઊઠતા.
નાતાલનો તહેવાર આવ્યો. ગ્રીબાએ ભોજન માટે બેએક ખાસ વાનાં તૈયાર રાખ્યાં હતાં. પણ તે બીજી તૈયારીઓ માટે બહાર ગઈ તે દરમ્યાન ત્રણ જણ માગવા આવ્યા અને આદમે તેમને બધું આપી દીધું. ગ્રીબા પાછી આવી અને “ચોરી થઈ” “ચોરી થઈ' એમ તેને કહેવા આવી, ત્યારે આદમે જવાબ આપ્યો, “ફલાણા પાસે નાતાલના ભોજન માટે બટકુંય ન હતું . ફલાણા પાસે માત્ર સૂકો રોટલો જ હતો .. અને ફલાણાને આપવા માટે રસોડામાં કશું ન હતું એટલે મેં મારા ખિસ્સામાં જે કંઈ હતું તે આપી દીધું છે.”
બસ, આમ હિસાબ પૂરો થયો!
જેમ જેમ ગવર્નર આદમ વેગથી ખાલી થતો જતો હતો, તેમ તેમ પરિણામે ગ્રીબાને વધુ ને વધુ જૈસનના હાથમાં જઈ પડવાનું થતું જતું હતું. જોકે એ વસ્તુ હજુ તે બંનેમાંથી કોઈનાય લક્ષમાં આવી ન હતી. જયારે છેવટની કટોકટી આવી, ત્યારે જ ત્રણેયને એ વાતની ખબર પડી અને તેઓ દિંગ થઈ ગયાં.
આ ટાપુમાં એક માણસ એવો હતો જેણે અત્યાર સુધી ગરીબકંગાળ-દીન-દુ:ખીનાં દુ:ખો પ્રત્યે સદંતર લાપરવાઈ દાખવ્યા કરી હતી. તે હતો આ ટાપુનો તથા સોડાનો બિશપ. તે માણસ મેન-ટાપુનો