________________
૧૩૨
આત્માલિદાન વતની ન હતો; ટાપુના માલિક ઉમરાવ એલનો તે નજીકનો સગો થતો હતો. તે બહુ શેખી માણસ હતો અને ભપકાબંધ રીતે રહેવા ટેવાયો હતો. તેને આ ટાપુમાંથી સાંથ-લાગા વગેરેની ભારે આવક થતી હતી. લોકોનાં સુખ-દુ:ખ સાથે બીજો કશો સંબંધ તેને ન હતો. ખરાબ વર્ષોમાં તેની આવક ઘટે ત્યારે તેને ખબર પડે કે લોકો કંઈક તકલીફમાં છે. પણ આ વખતે તેને થોડો પણ લાગો ઉઘરાવવો અશક્ય બની ગયો ત્યારે તેણે પોતાના લાગાની રકમ ઉઘરાવી આપવા તૈયાર થનારને ઈજારો આપવા માટે ઇંગ્લેન્ડમાં હરાજી બોલાવી, અને પોતાને સૌથી વધુ રકમ આપવા કબૂલ થનારા એક સ્કૉટિશ માણસને એ ઇજારો આપી દીધો.
ગરીબ લોકોને હવે બે જણનાં ખીસાં ભરવાનાં થયાં – બિશપનું તેમજ ઇજારદારનું! ઉપરાંત, બિશપથી તો વધુ જોરજુલમ થાય નહીં, ત્યારે આ ઇજારદાર તો બિશપના દરબારની અને બિશપની અદાલતની બધી સત્તા અને મદદ વાપરીને લાગાની રકમ ગમે તેમ કરીને વસૂલ કરી શકે.
જ્યારે આ ઇજારો અપાયાના સમાચાર મેન-ટાપુ પહોંચ્યા, ત્યારે સૌ આભા બની ગયા. અને આભા બનવા જેવું જ હતું – કારણકે, ઉઘરાણીની અને પાછળ પાછળ જ જપતીની નોટિસો વિધિસર ગરીબ લોકો ઉપર તરત પહોંચવા માંડી.
ગરીબોને પોકાર કેસલ-ટાઉનમાં ગવર્નરને કાને પણ પહોંચ્યો. બિશપની ઉઘરાણી પેટે જે જપતી થાય, તે ગવર્નરથી રોકી તો શકાય નહિ; પણ તેણે બિશપને વિનંતી કરી કે, એ જપતીઓ કરવાનું કામ મોકૂફ રાખવામાં આવે; કારણકે, ટાપુ અત્યારે અસાધારણ કપરા સંજોગામાંથી પસાર થઈ રહ્યો છે.
'બિશપે તોછડાઈથી જવાબ વાળ્યો કે, હવે એ વાત તેમના હાથમાં નથી – તેમણે તો ઈજારો આપી દીધું છે.