________________
ઉડ્ડય અને અસ્ત
૧૩૩
ગવર્નરે એમ ઉઘરાણીના ઇજારો કાયદેસર આપી શકાય કે નહિ એની તપાસ કરી, અને એ બાબત પાતાની શંકા બિશપને લી જણાવી, ત્યારે બિશપે તેને રોકડું પરખાવી દીધું કે, તમારે બીજાના કામમાં માથું મારવાની જરૂર નથી.
ગવર્નરે જવાબ વાળ્યો, “ ટાપુના લોકોનું હિત સંભાળવું એ જ મારું કામ છે; અને તમે બિશપ હો કે લૉર્ડ હો, કે બંને હો, પણ ખાતરી રાખજો કે, હું અહીં છું ત્યાં સુધી લેાકાનું હિત વણસતું હું જોઈ રહીશ નહિ. '
19
બિશપે જવાબમાં એટલું જ કહ્યું કે, “કોઈ કંગાળ ભિખારીને રાજગાદી આપે તેનું આ જ પરિણામ આવે.”
દરમ્યાન પેલા સ્કૉટિશ ઇજારદારે નેટિસા આપવાનું કામ પૂરજોશમાં આરંભી દીધું; અને અમુક નિયત મુદત સુધીમાં નાણાં ન ભરનારાઓની ઢોર કે પાક વગેરે માલમિલકત જપ્ત કરવામાં આવશે, એમ જાહેર કરી દીધું.
એ મુજબ પહેલી જપતીનો પ્રસંગ આવ્યો, ત્યારે ગવર્નરે પાતે એ વખતે હાજર રહેવાનો ઇરાદો ગ્રીબા આગળ જાહેર કર્યો. ગ્રીબાને તોફાન થવાનો ડર લાગ્યા એટલે તેણે પિતાને ત્યાં ન જવા સમજાવ્યો; પણ માત્ર જોખમના ડરને કારણે કર્તવ્ય-પાલનમાંથી ચૂકે, તો એ આદમ ફૅરબ્રધર નહિ.
ગ્રીબાએ શૅલ્સ એ-કીલી ભારનૈયા મારફતે લૉગ્સ-મથકે પોતાના ભાઈને ખબર કહેવરાવી અને તોફાનને સ્થળે પાતાના પિતાને પડખે ઊભા રહેવા તેને વિનંતી કરી. પણ તેઓએ જવાબમાં કહેવરાવ્યું કે, જો બાપુને બિશપના કામમાં ડખલ કરવાની કાયદેસર સત્તા હોય, તો તેમનાં પેાતાનાં સરકારી માણસા જ ઘણાં છે; અને જે તેમને સરકારી માણસાની મદદ લેવાનેા અધિકાર ન હોય, તો પછી તેમણે ડહાપણ વાપરી જપતી અટકાવવા દોડી જવું ન જોઈએ.