________________
આત્મ-બલિદાન “આપણા જુવાન પ્રેસિડન્ટ આજે પોતાને જ જ્ઞાત એવાં કારણસર એમનું પદ છોડવા માગે છે. આપણે તે કારણોની ખણખેદમાં પડ્યા વિના એટલું જ કહીએ કે, પરમાત્મા પોતાની મીઠી નજર એમના ઉપર રાખે અને તેમની બધી મુશ્કેલીઓમાં તેમને આશ્વાસન આપે.”
બિશપના બેસી ગયા પછી માઇકેલ સન-લૉકસ ગળગળા થઈ, સૌનો આભાર માનવા ઊભો થયો, એટલામાં જ એક તરફથી આવતાં દડબડ દોડતાં આવતાં પગલાંનો અવાજ સંભળાતાં ચોતરફ ભાગદોડ મચી ગઈ. બીજી જ ક્ષણે સૈનિકોની એક ટુકડી નીચેના ભોંયરામાંથી ઉપર ધસી આવી અને ખુલ્લી તરવારે એક બાજુ ખડી થઈ ગઈ. બધા હજુ કંઈક સાંસતા થાય તે પહેલાં એક સેલજરે મોટેથી બૂમ પાડીને કહ્યું, “સદ્દગૃહસ્થો, બારણાને તાળું મારેલું છે; – તમે સૌ આથિગના સભ્યો તથા પ્રેક્ષકો ડેન્માર્કના રાજાના કેદી છો.”
દગો! દગો !" એમ ચોતરફથી બૂમ ઊઠી.
અને સમાનતાવાદીઓનો આગેવાન તો બેલી ઊઠયો – એટલે કે આ પદત્યાગ અને સ્વાર્થત્યાગના નાટકનું રહસ્ય આ હતું ખરું? આપણ સૌને તાકીદે શા માટે આ ઓરડામાં “આજ રાતે' એકઠા કરવામાં આવ્યા હતા તેનો ભેદ ખુલ્લો થયો! આપણ સૌને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, અને એ વિશ્વાસઘાત કરનાર દગાબાજ પેલો ઊભો!” એમ કહી તેણે માઇકેલ સન-લોકસ તરફ આંગળી ચીંધી.
માઈકેલ સન-લૉકસ પિકારી ઊઠ્યો, “જૂઠી વાત! હું દગાબાજ
નથી !”
પણ એટલામાં તો સૌ લોકોની ઘૂરકતી આંખો તેને ઘેરી વળી, અને તેને ચૂપ થઈ જવું પડ્યું.