________________
માઈકે સન-ૉકસનું પતન
૨૬૩ લગાડે, તો મારે તેને પડકારવો જ રહ્યો. કારણકે, આ સ્થાન છોડીને હું જઈશ, ત્યારે પ્રમાણિક માણસ તરીકેનું એકમાત્ર અભિમાન સાથે લઈને જ જઈશ.”
લોકોએ તરત સંમતિદર્શક મોટા પોકારો કરીને એને વધાવી લીધો.
હવે બુદ્રા બિશપ જૉન બોલવા ઊભા થયા. તેમણે ધીમા પણ મક્કમ સ્વરે કહેવા માંડ્યું –
“અત્યારના યુગની બલિહારી છે કે દરેક જણ પોતાના બંધુને બને તેટલું કષ્ટ જ પહોંચાડવા ઇચ્છે છે. પણ પ્રેસિડન્ટના સંદેશને જેવો ને તેવો સ્વીકારી લેવામાં આપણને શો વાંધો છે? તેમને એ પદ છોડવાનાં અંગત શાં કારણે છે તેની ખણખોદમાં આપણે શા માટે ઊતરવું જોઈએ? અત્યાર સુધી કદી તેમણે આપણને વિશ્વાસઘાત કર્યો છે કે દગો દીધો છે? તે જ્યારથી આ દેશમાં આવ્યા છે ત્યારથી આપણે જોતા આવ્યા છીએ કે તેમનું જીવન પ્રમાણિક અને સાફ છે. એમને અભિમાન – ઘમંડનો ડંખ કયારેય લાગેલો કોઈએ જો છે? – ઊલટું, તેમની નમ્રતાનાં જ આપણે વખાણ કર્યા કર્યા છે. આટલી મોટી સત્તા ધારણ કરતા હોવા છતાં, તે બીજા માણસોથી અંતર રાખીને જરાય અળગા પડ્યા નથી. અને સ્વાર્થ કે લોભને તે
ક્યારેય વશ થયા છે? ઊલટા અત્યારે પોતાનું પદ છોડશે. ત્યારે તે નિષ્કિચન જ બની રહેશે. જ્યારે આપણા દેશનું સુકાન તેમના હાથમાં સોંપવામાં આવ્યું, ત્યારે બીજાઓની પેઠે હું પણ તેમની બિન-અનુભવી જુવાન ઉંમર જોઈને કંપી ઊઠ્યો હતો. પણ હવે અનુભવે આપણે જાણીએ છીએ કે, એમની લાયકાત અને ગુણો ઉપર આપણે નિરાંતે ભરોસે રાખી શકીએ છીએ. એમને મોંએ એમનાં વખાણ કરવાં મને ન છાજે; પણ આપણે પ્રમાણિક અને ઇજજતદાર હોઈએ તો આપણે કહેવું જોઈએ કે, એમના જેવો સારો માણસ આજને દિવસે આઇસલૅન્ડમાં બીજો મળવો મુશ્કેલ છે.