________________
આત્મ-બલિદાન નજીકના માણસો પાસેથી સાંભળવા મળ્યું છે કે, તેમને આઇસલેન્ડનું તંત્ર બદલી નાખીને – લોકતંત્રને બદલે પ્રોટેકટરેટ કે રાજાશાહી સ્થાપવી છે. તે પ્રેસિડન્ટ સાહેબ એ યેજના આગળ ધપાવવા માટે તો આવી કટોકટી દેશ ઉપર લાદવા માગતા નથી ને? લોકો પોતાની પાસેની નાની માછલીને મોટી માછલી પકડવા ગલ તરીકે વાપરે છે. તો પ્રેસિડન્ટ સાહેબ પણ પિતાનું એ પદ “પ્રોટેક્ટર બનવા કે તેથી પણ ઊંચા પદ માટે છોડી રહ્યા છે કે શું – તે બાબત આપણે સૌએ વિચાર કરતા થઈ જવું જોઈએ.’
પેલે બેસી ગયો એટલે એક બટકો તથા દાઢી વગરનો માણસ બોલવા ઊભો થયો. તેણે કહ્યું. “તમે સૌ પેલી વાત જાણે જ છો : એક ભલા માણસે મિજબાની ગોઠવી અને સૌ મિત્રોને તેમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું. પણ એક પછી એક મિત્રો ગમે તેવાં નકામાં બહાનાં કાઢીને મિજબાનીમાં હાજર રહેવાની પોતાની અશકિત જાહેર કરવા લાગ્યા. એક જણે તે એવું બહાનું કાઢયું કે, તે પરણ્યો છે એટલે નહીં આવી શકે. આપણા પ્રેસિડન્ટ સાહેબ પણ હવે પરણ્યા છે...”
માઇકેલ સન-લૉસ તરત છલંગ મારીને ઊભો થઈ ગયો. તે પેલાને આગળ બોલતો અટકાવીને બોલી ઊઠ્યો – “હું અહીં આવ્યો ત્યારે હું એટલું જાણતો હતો કે, હું આ મકાનમાંથી બહાર પાછો નીકળીશ ત્યારે આઇસલૅન્ડના લોકોની નિદા અને ઠપકો મારા માથા ઉપર વરસાવવામાં આવ્યાં હશે. પણ મારી બેઇજજતી કરવામાં આવશે એવું મેં નહોતું માન્યું. મને એટલી પણ ખબર હતી કે, અત્યારના તંત્રથી અસંતુષ્ટ લોકો આ તક મળતાં પોતાનો અસંતોષ પણ પૂરેપૂરો જાહેર કરશે. પરંતુ હાલમાં જે હલકટ હેતુઓનું દોષારોપણ મારા ઉપર કરવામાં આવ્યું છે, તે સામે તો મારે કહેવું જોઈએ કે, એ બધું હડહડતું જુઠ્ઠાણું છે. મારી આ પદ સંભાળવાની અશક્તિ વિશે ભલે કોઈ શંકા લાવે; પણ મારી પ્રમાણિકતા અને ઈજજતને કોઈ બટ્ટો