________________
માઈકેલ સન-લૉસનું પતન
૨૬૫
એ જ રાતે જૉર્ગન જૉર્ગન્સન જહાજમાંથી રેકજાવિક બંદરે ઊતર્યો અને તેણે આખા શહેરનો કબજો સંભાળી લીધો.
આઇસલેન્ડના “બીજા લોકતંત્રનો અંત આવ્યો.
તે જ રાતે ફેરબ્રધર-ભાઈઓ થર્સ્ટનની આગેવાની હેઠળ પિતાનું ઇનામ લેવા જ્યારે રાજભવનને દરવાજે આવીને ઊભા રહ્યા, ત્યારે ત્યાં ઊભેલા પીધેલા ડેન લોકોની ટુકડીએ તેમને ધક્કા મારીને હાંકી કાઢયા.
આજુબાજુ ઊભેલા ધાંધળિયાઓમાંના એકે તરત તેમના તરફ આંગળી કરીને બૂમ પાડી, “અલ્યા, આ તો પેઢાના ભાઈઓ છે!”
તરત જ બીજા વીસેક જણ પોકારી ઊઠેયા, “ખરી વાત; એ લોકો પોતાને પેલાના ભાઈ તરીકે ઓળખાવતા હતા – મારો સાલાઓને!”
અને તરત જ લોકો એમના ઉપર તૂટી પડ્યા.
આમ ફેરબ્રધર-ભાઈઓ આઇસલેન્ડમાં લાભ ખાટવા માટે આવી ચડ્યા હતા, તે સારી પેઠે ખાખરા થઈને, અને માંડ માંડ જાન બચાવીને ભાગી છૂટયા. લોકો તેમની પાછળ દોડાય ત્યાં સુધી તેમનો હુરિયો બોલાવતા દોડ્યા.
ફેરબ્રધરભાઈ પૂર્વ તરફની ખાડી તરફ જતા એક જહાજમાં ઉતાવળે ચડી ગયા. પણ એ જહાજ આગળ જતાં બરફમાં ફસાઈ ગયું અને ચાર મહિના સુધી તેની અંદરનાં માણસો રિબાઈ રિબાઈને માર્યા ગયાં.
જેસનનો નતીજો જેટલો જલદી આવ્યો, તેના કરતાંય માઈકેલ સન-લૉક્સનો વધુ જલદી આવ્યો : “આઇસલૅન્ડની ડેનિશ સરકારને ઉથલાવી નાખનાર એ બંડખરને' જૉર્ગન જૉર્ગન્સનના હુકમથી, તેને તેણે જ શરૂ કરાવેલી ગંધકની ખાણમાં કાળી મજૂરી સાથેની જન્મટીપ ભોગવવા મોકલી આપવામાં આવ્યો.
૧. માઇલ સન-લૉસના.