________________
૨૧૬
આત્મબલિદાન ગ્રીબાએ આ ભયંકર શિયાળે કદી જોયો ન હતો. અને આવા તોફાનમાં માઈકેલ સન-લોકસનું તથા પોતાના બાપુનું શું થયું હશે તેની સારી પેઠે ચિંતા તેમાં ઉમેરાઈ. પણ એ બધા કરતાંય જેલની કોટડીમાં પુરાયેલા જેસનની ચિતા તેને વધારે કોતરી ખાતી હતી.
જ્યાં સુધી બરફનું તોફાન ચાલુ રહ્યું ત્યાં સુધી આખું રેકજાવિક ઊંઘતું જ રહ્યું, અને ગ્રીબા કાંઈ જ કરી શકી નહિ. પણ બરફ વરસો બંધ થયો અને દિવસ ઊઘડયો એટલે આખું શહેર જાણે જાગી ઊઠયું અને ચારે તરફ પ્રવૃત્તિના અવાજ આવવા લાગ્યા. ગ્રીબાને માટે સન-લૉકસે એક અંગ્રેજ બાઈ નોકરડી કે હજુરિયણ તરીકે શોધી કાઢી હતી. તેની મારફતે હવે ગ્રીબાને જેસનના સમાચાર મળ્યા : તેને મગજનો તાવ ચડ્યો છે, અને તેની ફસ ખોલી લોહી કઢાવવું પડયું છે.
ગ્રીબા તરત જ બિશપ પાસે દોડી ગઈ અને કહેવા લાગી કે, કેદી બિચારાને મગજને તાવ ચડ્યો છે; અને તેણે ધમકી આપી ત્યારે પણ તે એ બીમારીથી જ પીડાતો હોવો જોઈએ. એટલે એના ઉપર દયા લાવી તેને છૂટો કરો; તે હવે જરૂર પોતે આપેલી ધમકી બદલ પસ્તાવો જાહેર કરશે.”
બિશપે ગ્રીબાને પોતાના દુશ્મન પ્રત્યે પણ આવો દયાભાવ દાખવવા બદલ શાબાશી આપી; પણ સાથે સાથે જણાવ્યું કે, હવે તેને છોડવો એ પ્રેસિડન્ટના હાથની વાત છે – બીજા કોઈથી હવે કશું ન થઈ શકે, અને પ્રેસિડન્ટ પણ પોતાનું ખૂન કરવાની રાહ જોઈ બેઠેલાને શાના છોડે ?”
- ગ્રીબાએ હવે બીજી યોજના વિચારી કાઢી : જેલમાં જઈ જૈસનને મળવું, અને પોતાના પતિ પ્રત્યેના બધા ખોટા વિચારો પડતા મૂકી, તેમની સાથે મિત્રતા કરવા તેને સમજાવવો. એટલું થાય તો પછી