________________
સા
ગ્રીબાએ તરત પૂછ્યું. “તેણે પેાતાના બચાવમાં શું કહ્યું ?” “એક નન્ના સિવાય કશું જ નહિ. હવે ગ્રીબાએ નિરાંતને શ્વાસ લીધા. પણ બીજી જ ક્ષણે તેનેા અંતરાત્મા તેને ડંખવા લાગ્યા : પોતે કેટલા સાંકડા મનની હતી, અને જૅસન કેવા વિશાળ મનના હતા! તે પેાતાના એક શબ્દથી જ તેની જિંદગી બરબાદ કરી શકયો હેાત; પણ તે ચૂપ જ રહ્યો.ગ્રીબાએ તેને જેલમાં નંખાવ્યો, ત્યારે સામે પ્રહાર કરવાને બદલે પેાતાને કરવામાં આવેલા પ્રહાર ગુપચુપ તેણે સહન કરી લીધા. તેથી ગ્રીબા પાતાની જ નજરે બહુ હલકી પડી ગઈ.
૨૧૫
""
મોડું થઈ જવા આવ્યું હાવાથી બિશપ જૉન ગ્રીબાને એટલું આશ્વાસન દેતા દેતા ચાલતા થયા, “એ બિચારો હવે તારા પતિને કશી ઈજા નહિ પહોંચાડી શકે. ખરેખર તે એ બિચારો જેલખાના કરતાં પાગલખાનાને જ વધુ લાયક ગણાય. ગૂડ-નાઈટ, બેટા, ગૂડનાઈટ.”
ર
જૅસન બીજે જ દિવસે ગંધકની ખાણા તરફ જાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે તેને કાચી નિયત કરવામાં આવેલા એક કમરામાં પૂરી રાખવામાં આવ્યો. પણ આખી રાત બરફ વરસ્યા કર્યો હાવાથી બીજે દિવસે રસ્તા પુરાઈ ગયા હતા; એટલે એ લાંબી મુસાફરી બરફનું તેાફાન શમી જાય ત્યાં સુધી મેાકૂફ રાખવામાં આવી.
જવા ઊપડી જેલ તરીકે
ઑકટોબર મહિનાના બીજા અઠવાડિયાનેા બુધવાર હતો. લાકો આઇસલૅન્ડના શિયાળાને બરફ વરસવાના આ દિવસે। પસાર કરવાની તૈયારીઓમાં લાગી ગયા. વેપારી તેમની દુકાનામાં આખા દિવસ ઘરાકી વિના સૂઈ રહેતા. માલ વેચવા આવનારા ખેડૂતો પણ પીઠાંમાં પીને ઊંઘવા લાગ્યા. ચાર દિવસ સુધી બરફ વરસ્યા જ કર્યો અને ચેતરફ અંધારા જેવું જ છવાઈ રહ્યું.