________________
૨૧૪
આત્મબલિદાન હવે મારા પતિ એ વાત પોતાને (ઝીબાને) મેએ નહિ, પણ જેસનને મોંએ સાભળે, તો મારું આવી બન્યું” – એવી ખાતરી ગ્રીબાને થઈ ગઈ.
પણ જેસનને એક વાર અદાલતમાં મોકલી દીધા પછી તેનાથી પાછા ફરી શકાય તેમ રહ્યું ન હતું, એટલે તેને અદાલતમાં સાક્ષી પૂરવા જવાનું થયું ત્યારે તે ગઈ હતી. ત્યાં તેને કોઈએ એમ પૂછયું નહિ કે, જેસનને આજ પહેલાં તે ઓળખતી હતી કે નહિ– કોઈને એવું પૂછવાનો વિચાર પણ ન આવે. અને તેણે પણ જૅસનની બાબતમાં કશું કહ્યું નહિ. તેથી જ જેસને અદાલતમાં જ્યારે તેના ઉપર ખોટા આરોપ મૂકવામાં આવ્યા ત્યારે શ્રીબા તરફ ઠપકાભરી આંખે નજર કરી હતી. જાણે તેને એમ પૂછતો ન હોય કે, “આ બધાં જૂઠાણાં સાંભળીને તું કેમ ચૂપ રહે છે? ખરી વાત મેએ બેલી બતાવવાની હિમત કેમ નથી કરતી, વારુ?”
ગ્રીબાને ત્યારે પહેલી વાર વિચાર આવ્યો કે, આ માણસને ગુનો હોય તો માત્ર એટલે છે કે તે એને (ઝીબાને) ચાહતો હતો; એટલે તે બધું કબૂલ કરી દેવા એકદમ ઊભી થવા ગઈ, પણ બેભાન થઈને ગબડી પડી.
જ્યારે તે ભાનમાં આવી, ત્યારે, તો તેને તેના ઘરમાં લઈ જવામાં આવી હતી. તેને હવે ડર લાગવા માંડ્યો કે, જેસન બધું જ અદાલતમાં જાહેર કરી દેશે, અને પછી લોકોની નિદાખર જીભ એ વાતને એવું વિકૃત સ્વરૂપ આપી દેશે કે, મારા પતિને મારી સાથે લગ્ન કરવા બદલ શરમાવા જેવું થશે, અને હું પાયમાલ થઈ જઈશ. એટલે, અદાલતે શો ફેંસલો આપ્યો એ એને કહેવા બિશપ આવે તેની તે આતુરતાથી રાહ જોવા લાગી.
છેવટે બિશપ આવ્યા. તેમણે અદાલતને ફેંસલો ગ્રીબાને કહી સંભળાવ્યો.