________________
૨૧૮
આત્મ-બલિદાન એના ઉપર અને એની માફી ઉપર ધ્યાનત હો!” જેસન એકદમ ઊભો થઈને ટેબલ ઉપર જોરથી મુક્કો મારતો બોલી ઊઠ્યો; “એ વળી મને માફી આપનાર કોણ? મને સેતાન બધું બોલી નાખવા કેટલોય પ્રેર્યા કરતો હતો, પણ હું ચૂપ રહ્યો, તે એને માટે નહિ. તે મારા ઉપર ગમે તેટલાં દુ:ખ ઉતાર્યા છે, પણ હું તેનો બમણો બદલો તેના ઉપર જ લઈશ. ભલે તે મને ગમે ત્યાં ગંધકની ખાણોમાં મોકલી દે- પણ હું જીવતો રહીશ અને તેને ગમે ત્યાંથી પાછો શોધી કાઢીશ. મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે, હું એક વાર તે માણસને મોઢામોઢ મળ્યા વિના મરવાનો નથી.”
ગ્રીબા હવે પોતાના પતિની સહીસલામતીની ચિતા સાથે જ પાછી ફરી.
બીજે દિવસે કેદીઓની એક પલટણ ગંધકની ખાણો તરફ ક્રિશુવિક જવા ઊપડી. તેમાં પહેલો જેસન હતો.
ગ્રીબા એ દેખાવ જોઈ શકી નહિ; તેણે આંખ બંધ કરી દીધી. પણ તેની અંગ્રેજ દાસીએ અંદર આવીને તેને ખબર આપી કે, કેટલાક અજાણ્યા તેને મળવા માગે છે; તેઓ પોતાની જાતને તમારા ભાઈઓ તરીકે ઓળખાવે છે.