________________
૧૮૦
આત્મ-બાંહદાન મંતરી આપ્યું. પણ જેસન રાતે સ્થિર થઈને ઊંઘતો હોય તો ને? છતાં છેવટે તે એ તાવીજ તેના ગળામાં બાંધવામાં સફળ થયો.
જેસન તેને હવે શાંત પડી ગયેલો લાગ્યો. પણ તે તો જાણે એક ધમાલિયું ભૂત જેસનમાંથી નીકળી જઈને બીજું મુંજી ભૂત તેને વળગ્યું હોય તેવું થઈને રહ્યું – જેસન મૂંજી જેવો જ આખો દિવસ પછી રહેવા લાગ્યો.
રવિવારે જેસન ગ્રીબાનાં છેલ્લાં દર્શન કરી લેવા ચર્ચમાં જઈ પહોંચ્યો. ચાર વર્ષ થયાં તે આઇસલૅન્ડમાં આવ્યો હતો; પણ ચમાં તે બહુ થોડી જ વાર ગયો હશે. લોકો વચ્ચે જગા કરતો ચર્ચના એક અંધારા ખૂણા તરફ તે ચાલ્યો ગયો. ત્યાં જઈને તે બેઠો ખરે; પણ ગ્રીબા ચર્ચમાં આવી ન હતી. પછી તો ચર્ચનું બારણું બધ થઈ જતાં, તેને સેવા-ભકિત પતે ત્યાં સુધી અંદર જ બેસી રહેવું પડ્યું.
| બાઇબલમાંની જેકબની અને ઇસોની વાતનો પાઠ ચાલવા લાગ્યો. તેમના બાપુ આઈઝેકે પિતાનું મૃત્યુ નજીક આવતું જાણી, ઇને હરણનું માંસ લઈ આવવા મોકલ્યા; જેથી તે ખાઈને, બદલામાં, મરતા પહેલાં તે ઇસોને વરદાન આપી શકે. પણ ઇસો હરણનો શિકાર કરવા ગયો તે દરમ્યાન જેકબે હરણનું માંસ લાવી, ઇસોને નામે બાપ સામે હાજર થઈ, તેમની પાસેથી તેમના બધા વારસાનું વરદાન મેળવી લીધું.
પછી ઇસો આવ્યો ત્યારે તેને અને આઇઝેકને જેકબના કાવતરાની ખબર પડી. ઈસો પિકાર કરી ઊઠ્યો અને બાપ પાસે પિતાને પણ વરદાન આપવા વિનંતી કરવા લાગ્યો.
બાપે કહ્યું, “તારું રહેઠાણ સ્વર્ગમાંથી નીતરતા ઝાકળ હેઠળની ધિંગી જમીન હશે. તારે તારી તરવારથી જીવવું પડશે અને તારા ભાઈની નોકરી કરવી પડશે. જ્યારે તું તારું રાજ્ય મેળવીશ, ત્યારે તું તારા ભાઈની ઝૂંસરીમાંથી મુક્ત થઈશ.”