________________
ચીબા ગઈ!
૧૮૧ ઇસો હવે જેકબને ધિક્કારવા લાગ્યો; અને પિતાના મૃત્યુના શોકના દિવસ પૂરા થાય એટલે જેકબનું ખૂન કરવાનો તેણે નિરધાર કર્યો.
તરત જ જેસનને પણ પોતાની મા, તેનું કપરું જીવન, તેનું મૃત્યુ, અને પોતે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવ્યાં. તેને થયું કે, હું સ્ત્રીપ્રેમનાં સ્વપ્નમાં પડી જઈ, મારી માનું વેર લેવાની પ્રતિજ્ઞા ભૂલી ગયો. તેને ખાતરી થઈ ગઈ કે, પોતે જો માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા પૂરી નહિ કરે, તો તેને શાપ કબરમાંથી પણ તેને જંપવા નહિ દે.
દેવળની પ્રાર્થના પૂરી થઈ, એટલે જેસન ત્યાંથી કોઈની નજરે ન પડાય તેમ ભાગ્યો. પણ જૉન ફેરબ્રધરે તેની પાછળ દોડી જઈ તેને પકડી પાડયો, અને તેના મોં સામું જોઈને પૂછયું, “તે કયાં ગઈ છે તે તમે તો જાણતા જ હશો!”
“કોણ કયાં ગઈ છે?” જેસને નવાઈ પામી પૂછયું. “ત્યારે, સાચે જ તમે કશું નથી જાણતા?” “કેણ, ઝીબા ચાવી ગઈ છે?”
“હા, હા, તેની જ વાત છે તે. પણ તમે તે વધુ જાણતા જ હશે.”
પણ જસન તેની સાથે વધુ વાતચીત કરવા ભવાને બદલે તેને હડસેલે મારી લેંગ્યુ તરફ દોડ્યો.
જૉન નવાઈ પામીને તેની પાછળ જોઈ રહ્યો અને ગણગણ્યો, મા”નું લાગે છે તો એવું કે, એ જાણે કશું ન જ જાણતો હોય!”
જેસન લેંગ્યુ પહોંચ્યો, ત્યારે બીજા ફેરબ્રધર ભાઈઓ ત્યાં ભેગા થયા હતા. ઐશરને ગઈ રાતથી જ ગ્રીબાનો પત્તો ન લાગતાં રવિવારે સવારે મોડો મોડો ઊઠયા બાદ પણ તે બીજા ભાઈઓને ત્યાં ખબર કાઢવા પહોંચી ગયો હતો. પરિણામે જોન સિવાયના બાકીના બધા જ