________________
ચીબા ગઈ!
૧૭૯ જીવન અને પ્રેમ – એ બે વસ્તુઓ જ તેને અર્થપૂર્ણ લાગતી હતી; પણ સૌ મનુષ્યોમાં તે એકલો જ જાણે એ બંને વસ્તુઓથી વંચિત થયો હતે. અવારનવાર રાત્રીની નીરવતામાં તે લૉગ્ય મથકની પાસે જઈ પહોંચતે; અને જે બારી પાસે ગ્રીબા રોજ સૂતી તેના તરફ એકીટશે જોઈ રહેતો. પછી અચાનક સ્ત્રીની પેઠે “ગ્રીબા', ગ્રીબા' એવો મોટેથી વિલાપ કરતો તે ત્યાંથી ભાગી જતો.
પણ દિવસ ઊગતા તેમ તેમ તેનામાં હિંમતનો – પ્રાણનો ફરીથી સંચાર થતો. દૂર દરિયામાં તે મોટાં મોટાં તોતિંગ જહાજોને આવ-જા કરતાં જોતો અને તેમની ઉપર ખલાસીઓને નિશ્ચિતપણે ગીત ગાતા સાંભળતો. ત્યારથી તેના મનમાં એક વિચાર આકાર પકડીને ચાલ્યો કે, આ ટાપુમાં તેના વસવાટના દિવસો હવે પૂરા થયા છે, અને જ્યાં ગ્રીબા રહેતી હોય ત્યાં તેનાથી હવે રહી શકાય નહિ.
પછી તો રવિવારે ચર્ચમાં એક વખત દૂરથી ગ્રીબાને નિહાળી લઈ, તેણે આ ટાપુ છોડી ચાલ્યા જવાનો નિરધાર કર્યો. તે મનોમન ગગણ્યા કરતો, “ઝીબા, તું ભલે જીવજે અને સુખી થજે મને તારા ઉપર જરાય ખોટું નથી લાગ્યું. એ બધાની યાદ મારા મનના પટ ઉપરથી ભલે ભૂંસાઈ જાય.”
પણ મંગળવારે સૂતારે છેલ્લો પાટડો જૈસનની પન-ચક્કીના છાપરા ઉપર ચડાવ્યો, ત્યાર પછી જેસનને ઘરમાંથી લાપતા થઈ ગયેલો જાણી તેના સાથી ડેવીને બહુ નવાઈ લાગી. કારણકે, અત્યાર સુધી જેસને એ પનચક્કી ઉપર ઝોડની પેઠે કામ કર્યું હતું, પણ હવે તે એના તરફ નજર નાખવા પણ આવ્યો ન હતો! જ્યારે નર્યું સોનું વરસવાનું થયું ત્યારે જ! ડેવીએ બિચારે જેસનને કોઈ ભૂતને વળગાડ થયો હોવાનું જ માની લીધું.
તરત જ તેણે એક બુટ્ટી ડોસીને સંપર્ક સાધ્યો અને તેણે જેસન સૂતેલું હોય ત્યારે તેના ગળામાં બાંધવા માટે એક તાવીજ