________________
૧૪૩
આદમની વિદાય તેવા નથી, એ વાતનો વિચાર કરો. જો આ ઘર તેમનું ન હોય, તો પછી તે ઘરબાર વગરના જ થઈ ગયા ગણાય.”
આદમ તરત જ બોલી ઊઠયો, “બેટા, મેં જે કંઈ કહ્યું છે, તે બદલ હું જરાય પસ્તાતો નથી, અને પસ્તાવાનો નથી. આ સી પહેલેથી દૂર હૃદયની કર્કશા છે. હું કંઈ અહીં મારે પોતાને જ માટે આવ્યો ન હતો. પણ હજુ મારા પુત્રોએ મને ક્યાં ના પાડી છે? તેઓ જ મારું લોહી કહેવાય; આ બાઈ તો પરાઈ હતી અને પરાઈ જ રહી છે. મારા દીકરાઓ મને ઘરને બારણેથી બહાર નહિ જ કાઢી મૂકે.”
તે જ વખતે છ માંથી ત્રણ જણ – પ્રેશર, રૉસ અને થર્સ્ટન ઢોર માટે “ફર્ઝ* કાપવા ગયેલા તે આવી પહોંચ્યા. આદમે પોતાની લાગણીના જુસ્સામાં આવી જઈ, કશે ખુલાસો કર્યા વિના સીધું ઑશરને પૂછયું, “શર, તું તો એમ નહિ જ કરે ને?" .
ઍશરે પિતાને કશું અભિવંદન – અભિવાદન કર્યા વિના કહી દીધું, “તમે શું કહો છો તે હું સમજ્યો નથી, મહેરબાન.”
“તારી માને તેમણે શાપ દીધા છે; અને જે દિવસે તેમની સાથે લગ્ન કર્યું તે દિવસને પણ.” મિસિસ ફૅરબ્રધર વચ્ચે જ બોલી ઊઠી.
પણ તારી માએ તો મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે.” આદમે કહ્યું, “આ ઘરમાંથી કે જે મારા બાપનું અરે, બાપ-દાદાનું ઘર છે!” - “તમે એમની માફી માગો, એટલે એ તમને પાછા આવવા દેશે.” એશર બોલ્યો.
એની માફી માગું? ભલા ભગવાન!” આદમ ત્રાડી ઊઠયો. તમે હવે ઘરડાખંખ થઈ ગયા છો, સાહેબ.” થર્ટને કહ્યું, * કાંટાળું ઝાડવું – પીળાં ફૂલ બેસે છે. - સંપા