________________
આત્મ-બલિદાન હાથમાંથી પાછી મેળવી શકશે ખરી? શરૂઆતમાં પોતે જે વાળથી અને જે રૂપથી પતિને પામી શકી હતી, તે વાળ અને તે રૂપ ન રહેતાં પતિનું સુત મન તેના તરફ આભાર જેવા બીજા કશા હાર્દિક ભાવથી ખેંચાશે – બંધાશે ખરું? તે પણ એટલામાં પેલો યહૂદી તેની દ્વિધા જોઈ ગયો. તેના સોનેરી સુંદર વાળ તેની નજરમાં વસી ગયા. તેણે તરત રાશેલને વાળ વેચવા લોભાવવા માંડી. છેવટે રાશેલે પૂછયું, “મારા વાળને શું આપશો ?”
પૂરા પચાસ ક્રાઉન !” સાઠ આપો તો વિચાર કરું.”
યહૂદીએ પોતાને કેવી ખોટ જશે એની વાત કરતાં કરતાં સાઠ ક્રાઉન ગણીને રાશેલના હાથમાં મૂક્યા. રાશેલે પણ પોતાનો વિચાર ફરી જાય તે પહેલાં પોતાના વાળ તેની પાસે કપાવી નાખ્યા.
ઘેર જઈ રાશેલે સ્ટિફનના હાથમાં સાઠ કાઉન પકડાવી દીધા અને ઝટ તેને પેલા કૉટિશ કમાનની હોડી ખરીદી લેવા જણાવ્યું. સ્ટિફન બાઘો થઈ, વાળ વિનાના રાશેલના માં સામું જોઈ રહ્યો. તેને રાશેલનું વાળ કપાવેલું માં ગમ્યું નહિ; પણ તે ત્યાંથી ઊઠીને ઝટપટ ચાલતો તો થયો છે.
થોડી વારે સ્ટિફનની મા પાછી આવી, ત્યારે રાશેલે તેને હરખાતાં હરખાતાં પોતે સ્ટિફનને હોડી ખરીદવા પૈસા લાવી આપ્યાની વાત કરી. ડોસી માત્ર થોડું ઘૂરકી; વિશેષ કાંઈ તે વખતે તો બોલી નહિ.
સ્ટિફન હોડી ખરીદી લીધાની ખુશખબર લઈને ક્યારે પાછો આવે, તેની આતુર થઈને રાશેલ રાહ જોવા લાગી. પણ એક પછી એક કલાક પસાર થવા લાગ્યા છતાં સ્ટિફન પાછો ન આવ્યો.
છેક છેવટે મોડી રાતે, મધરાત બાદ સ્ટિફન દારૂના ઘેનમાં લથડિયાં ખાતો ઘેર પાછો આવ્યો. તેણે રાશેલ સમક્ષ ઘૂંટણિયે પડીને તેની માફી માગતાં જણાવ્યું કે, “સાઠ ક્રાઉનના સો ક્રાઉન કરવા હું