________________
હાકેમની દીકરી
૧૭ બની ગયા. તેને હવે સ્ટિફનની માએ તુચ્છકારપૂર્વક આપેલા રોટલા ગળે ઉતારવાના હતા.
પણ તે સગર્ભા અવસ્થામાં હતી, એટલે તેને મન મારીને ચૂપ જ રહેવું પડ્યું.
મા કામે જતી ત્યારે સ્ટિફન કોઈ કોઈ વાર રાશેલ પાસે બેસી શરમભર્યો મોંએ બળાપો કરતો કે, મારી પાસે એકાદ ડી જેવું સાધન હોત, તો હું આપણા બંનેને જોઈએ તેટલું સહેજે કમાઈ લાવત – માને આશરે આમ તારે ને મારે જીવવું ન પડત.
રાશેલે એક વાર પૂછયું, “હોડી કેટલાની આવે, ભલા?”
આજકાલ બંદરમાં લાંગરેલા વહાણના સ્કૉટિશ કાને એક સારી હેડી સાઠ કાઉનમાં વેચવા કાઢી છે. આ બાજુ એવી મજબૂત હેડી ઝટ ન મળે.”
એ જ અરસામાં રાશેલે પડોશની છોકરીઓને વાત કરતી સાંભળી હતી કે, બર્નાર્ડ ફંક નામને એક યહૂદી ધક્કા ઉપર જુવાન સ્ત્રીઓના વાળ ભારે કિંમત આપીને ખરીદે છે. પિતાના પતિને મોઢે સારી હોડીના સાઠ ક્રાઉનની વાત સાંભળી, રાશેવને પોતાના સુંદર સેનેરી વાળ યાદ આવ્યા. એટલે પતિને કંઈ બહાનું બતાવી, તે એકલી ઝટ ધક્કા તરફ ચાલી.
ત્યાં ખરે જ કેટલીય છોકરીઓ વાળ વેચવા ટોળે વળી હતી. તેઓમાંની કેટલીક વાળ વેચીને જે પૈસા હાથ આવે તે લઈ, સ્ટોર તરફ કાચ-કીડિયાં, વીંટી, રંગબેરંગી શાલ વગેરે ખરીદવા દોડી જતી. ત્યારે કેટલીક વાળ વિનાનાં પેલીનાં બેડકાં માથાં જોઈ, વાળ વેચવા કે નહીં તેની ગડભાંજમાં ત્યાં જ ભમ્યા કરતી.
રાશેલનું પણ ત્યાં પહોંચ્યા પછી મન પાછું પડી ગયું. પોતે હોડી ખરીદવાના પૈસા લાવી આપશે તેથી તે પોતાના પતિને માના આ૦ – ૨