________________
આત્મબલિદાન
બિચારી રાશેલને આ સાંભળી કમકમાં આવી ગયાં. તે તો એક મરદની મરદાનગીને પરણી હતી; અને તે ખાતર બાપના કે સૌના તુચ્છકારને તેણે અવગણ્યો હતો. પણ સ્ટિફન તો છેક જ માટીને માણસ નીકળ્યા – જેને એટલું પણ વટ-આબરૂનું ભાન નહોતું કે, રાશેલથી બાપને ઘેર હવે કોઈ રીતે કે કોઈ કારણે ન જવાય.
-
સ્ટિફનથી રાશેલની ઠપકાભરી – કરુણાભરી આંખે સામે જોવાય તેમ ન રહ્યું. તેણે એક દિવસ કહ્યું કે, “ મારી મા જ મને સીધા રાખી શકે તેમ છે; તે જ અત્યાર સુધી મારી સંભાળ લેતી આવી છે. તે જો નજીક હશે તો મારી પાસે કંઈક કામ પણ લઈ શકશે; તેમજ હું પોતે પણ તેના ડરથી થોડા ઓછા દારૂ પીશ. વળી તે બહુ કામગરી બાઈ છે, એટલે કામકાજ કરીને ઘરના ચૂલાય સળગતો રાખી શકશે. તેથી તેને હું આપણે ત્યાં રહેવા બાલાવી લઉં છું.”
૧૬
રાશેલને વળી સ્ટિફનની કોઈ વાતમાં હા-ના કહેવાપણું જ કયાં હતું ? એટલે સ્ટિફનની મા ઍક દિવસ એક વિચિત્ર ટટવા ઉપર બેસીને અને પોતાની સામાન્ય ઘરવખરી લઈને આવી જ પહોંચી. તેના કર્કશ અને બિહામણા દેખાવ જોઈને જ રાફેલને રહ્યોસહ્યો આનંદ મરી ગયો.
માએ આવતાંવેંત રાશેલ તરફ પગથી માથા સુધી નજર નાખીને જોઈ લીધું – જાણે દીકરે ખરીદેલા કોઈ જાનવરની જાત તપાસતી હોય. તે સમજી ગઈ કે, છોકરી ખરેખર ફૂટડી હતી; પણ એ ફૂટડી છેાકરી કશું ભારે કામકાજ કરીને છેકરાનું પેટ ભરી શકે તેમ ન હતી. મા પેાતાના છેાકરાનું એદીપણું જાણતી હતી. એટલે તેણે રાશેલના હાથમાંથી પેાતાના છેકરાને પાછા જીતી લેવાને કાર્યક્રમ સીધા આરંભી દીધા. તેણે એક બાજુ રાફેલને ધિક્કારવાનું શરૂ કર્યું, અને બીજી બાજુ છેાકરાને લાલન-પાલનથી ખુશ રાખવાનું.
માના આવ્યાથી આમ સ્ટિફનભાઈ ઊલટા વધુ ફાવી ગયા. તેમનું એદીપણું વધતું ચાલ્યું. પણ રાશેલ બિચારીના દહાડા દોહ્યલા