SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - હાકેમની દીકરી ગવર્નર જનરલની દીકરીને અને સ્ટેપનના ખલાસીને સિક્સ થોમ્સન નામના લ્યુથરન પાદરીએ પરણાવ્યાં; પણ તે ભલા ખ્રિસ્તીને એ લગ્ન ભારે પડી ગયું. એક અઠવાડિયામાં જ તેને રાજધાનીના દેવળમાંથી બદલી, મુખ્ય ટાપુથી સાત ડેનિશ દરિયાઈ માઈલ દૂર આવેલા છેવાડાના ટાપુ ઉપર આવેલી ગ્રીસીની નાની દેવળજાગીર ઉપર ખસેડવામાં આવ્યો. સ્ટિફન એરીને પરણનારી રાશેલના જીવનમાં પણ સુખના દહાડા ન આવ્યા. તેના મનમાં હતું કે તેને પતિ તેને પિતાને ગામ લઈ જશે, જેથી તેને અહીં સૌની નજર હેઠળ હીણપતભર્યું જીવન ગુજારવું નહિ પડે. પણ સ્ટિફને એવી દલીલ કરી કે, સ્ટેપન તો બહુ કંગાળ ગામ છે – જ્યાં મોટાં વહાણો તો આવી શકતાં નથી; તેના કરતાં અહીં રેકજાવિકમાં વધુ રોજગાર મળી શકે. રાશેલને નાછૂટકે કબૂલ થવું પડયું અને તેઓ માછી લોકોના વાડામાં એક કંગાળ ઘર લઈને રહ્યાં. સ્ટિફન કશું કામકાજ કરતો નહીં. મલ્લકુસ્તીમાં તેણે બતાવેલા પરાક્રમથી તેના પ્રશંસકો ઘણા થયા હતા, અને એવા મોટા માણસથી સામાન્ય કામકાજ કેમ થઈ શકે? પણ છેક જ બેસી રહ્યું આવક થી રીતે થાય? એટલે તેણે રાશેલને સૂચવ્યું કે, તારો બાપ ખાસ પૈસાદાર છે, તેની પાસેથી આપણને જોઈતી ખર્ચજોગી રકમ તું કેમ માગી લાવતી નથી?
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy