________________
૧૪
આત્મ-બલિદાન “તે માંદી છે એટલે પોતાના કમરામાં સૂઈ ગઈ છે, વળી.” જૉર્ગને પણ ચડસે ચડીને જવાબ આપ્યો.
“ તો ઠીક, તમે એ ઘરમાં છે કે નહિ તે જોઈ આવો. પછી તે ક્યાં છે એ હું તમને બતાવું. હું બધું નજરે જોઈને જ આવ્યો છે.”
જૉર્ગની દીકરીના કમરામાં જોઈ આવ્યો; તે ત્યાં ન હતી. હવે કાઉન્ટ તેને પોતાની પાછળ પાછળ ચુપકીદીથી બહાર લઈ ગયો. શિયાળાના દિવસે અંધારઘેરા બનતા જતા હતા. રેકજાવિકના ગવર્નમેન્ટહાઉસની પાછળ એક નાનું બીડ હતું. તે રાતે બરફ પડવા લાગ્યો હતો અને થોડે દૂર બે જણ એકબીજાને બાથ ભરીને ઊભાં હતાં – સ્ટિફન અને જૉર્ગન જગન્સનની દીકરી રાશેલ. બિલાડીની પેઠે ધીમેથી સરકીને એક જણ તેમની પાછળ જઈને ઊભો હતો : તે પૅટ્રિકસનનો ભાઈ હતો. તેની પાછળ કાઉન્ટ અને ગવર્નર જનરલ જઈને ઊભા રહ્યા.
જંગલી જાનવરની જેમ હુંકાર કરીને ઑર્ગન તરત જ રાશેલ અને ટિકનની વચ્ચે જઈને ઊભો રહ્યો. તેણે સ્ટિફનની છાતી ઉપર જોરથી થપાટ મારી, તરત જ રાશેલ બાપની સમક્ષ ઘૂંટણિયે નમી પડી.
જૉર્ગને તેના ઉપર શાપ વરસાવવા માંડ્યા – “હરામજાદી, તું મારી દીકરી જ નથી; તારા શરીરમાં મારું લોહી હોય એમ લાગતું નથી. હરામજાદી, તારું કાળું કર – તમો બંનેનું સત્તાનાશ જાઓ!”.
' રાશેલ બાપના શાપ કાને ન પડે તે માટે કાનમાં આંગળીઓ બેસવા ગઈ અને તરત જ બેભાન થઈને નીચે ઢળી પડી.
તેનો જંગી પ્રેમી તેને ફૂલની પેઠે હાથમાં ઉપાડી લઈ, ગુપચુપ ત્યાંથી ચાલતો થયો.