SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હાકેમ ૧૩ તેની પાછળ વીસેક ડગલાં દૂર સ્ટિફન ઓરી પણ પોતાના ટવા ઉપર બેસીને આવતો હતો; અને તેની પાછળ પાંચેક ડગલાં દૂર રૅટ્રિક્સનને ભાઈ! જુલાઈ મહિનો પૂરો થઈ ઑગસ્ટ મહિનો બેઠો. રાશેલના કાઉંટ સાથેના લગ્નને દિવસ નજીક આવ્યો. પણ કન્યાની વિનંતીથી લગ્નનો દિવસ જરા દૂર ધકેલવામાં આવ્યો. એ બીજો દિવસ પણ નજીક આવ્યો, ત્યારે રાશેલે ફરી તે દિવસ આગળ ધકેલાવ્યો. એ ત્રીજો દિવસ પણ નજીક આવ્યો ત્યારે હજુ પણ તે દિવસ આગળ ધકેલવાની વાત રાશેલે કરી; પણ જૉર્ગને ઘસીને ના પાડી દીધી. કારણકે, મિનિસ્ટર કાઉન્ટ ટ્રૉલોપને હવે ડેન્માર્કની રાજધાની કૉપનહેગન પાછા ફરવાનું થયું હતું, એટલે તેમની સાથેનું લગ્ન પતી જ જવું જોઈએ. પણ હવે કાઉન્ટ પોતે જ એ લગ્ન માટે આનાકાની કરવા લાગ્યો. તેને રાશેલ બાબત ઘણા ઘણા અહેવાલો મળતા જતા હતા. તેણે જૉર્ગનને એ વિશે એક દિવસ વાત કરી. પેલાએ જવાબ આપ્યો કે, “રાશેલ મારી દીકરી છે, અને હું આ ટાપુના ગવર્નર-જનરલ છું. જર્મન જૉર્ગન્સનની દીકરી સામે આંખ ઊંચી કરવાની હિંમત જ કઈ ન કરી શકે.” કાઉન્ટ તરત જવાબ આપ્યો, “મને ખાતરીબંધ માહિતી છે કે, સ્ટેપ્પનનો સ્ટિફન ઓરી તમારી ધરીનું કુંવારિકાપણું ખંડિત કરી ચૂક્યો છે. નવાઈની વાત તો એ છે કે, એ માણસ તદ્દન પ્રમાદી છે - દિવસ આખા ઘરની પથારીમાં અને રાત આખી દારૂના પીઠામાં ગાળે છે. એની મા જ માછલાં ચીરવાનું કામકાજ કરી, તેનું ભરણપોષણ કરે છે.” ગવર્નરે તરત પોતાની મુક્કી જોરથી ટેબલ ઉપર ઠોકીને કહ્યું, “જૂઠી વાત! મારી છોકરી એવા કંગલાની તો સામું પણ ન જુએ!” “ઠીક, તો તમારી દીકરી અત્યારે અહીં કેમ નથી?” કાઉન્ટ જરા તપી જઈને પૂછ્યું.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy