________________
આત્મ-બલિદાન રાશેલે કહ્યું, “એ પટ્ટો તમે જીત્યા છે, અને એ તમારે રાખવાનો છે. તમને કોઈ વાતને કોઈ તરફથી ભય રહેતો હોય, તો મનમાં એટલી ધારણ રાખજો કે, મેં – ગવર્નર-જનરલની પુત્રીએ – તમને એ આપ્યો છે, અને કોઈ તે બદલ તમને કશું કહી – કરી શકે
નહીં. "
તરત જ પાસેની બાજુએથી કંઈ અવાજ સંભળાયો અને સ્ટિફન ચોંકી ઊઠયો. પણ રશેલે હસીને કહ્યું, “એવડા મોટા પૅટ્રિકસનને પછાડનારા થઈને રાતને વખતે કશો અવાજ આવે તેમાં ગભરાઈ શાના જાઓ છો?”
બીજે દિવસે સવારે થિંગ્વલિરમાં બુમરાણ મચી રહ્યું કે, પેટ્રિકસનનું ખૂન થયું છે. જ્યાં તેનું શરીર પડ્યું હતું ત્યાં લોકો દોડી આવ્યા. તેમણે જોયું કે, તેની કેડ વચ્ચેથી ભાગી નાખવામાં આવી હતી.
તે તરત જ કાનૂન-પર્વત આગળ અદાલત બેઠી. ધર્માચાર્ય ન્યાયાધીશ તરીકે હતા; અને શબ મળ્યું હતું તેની પાસે તંબૂમાં સૂતેલા નવ જણ પંચ તરીકે. પરંતુ કોણે ખૂન કર્યું - કયારે કર્યું એનો કશો પુરાવો મળ્યો નહીં. આખી રાત દરમ્યાન કોઈએ કશો અવાજ પણ સાંભળ્યો ન હતો. એટલે આથિગ સમક્ષ કોઈની ઉપર કશો આરોપ મૂકી શકાય તેમ નહોતું. પૅટ્રિકસનનાં સગાંવહાલાં સ્ટિફન એરી તરફ કાળી અંધાર આંખો કરવા માંડ્યાં; પણ તેના મોઢા ઉપર સહેજે ફરક પડયો નહિ.
ગવર્નર-જનરલની દીકરી મલકુસ્તીની રાતથી માંડીને, રાષ્ટ્રીય તહેવાર પૂરો થયો ત્યાં સુધી, પોતાના ઉતારામાં જ ભરાઈ રહી. પછી
જ્યારે તંબૂએ સંકેલી, બધા પોતપોતાના ઘર તરફ જવા ઊપડયાં, ત્યારે રાશેલે જૉર્ગન અને કાઉટ ટ્રૉલપની વચ્ચે ઘોડેસવારી કરીને પ્રયાણ કર્યું.