________________
હાકેમ જૉર્ગને તરત જ એ વાતની ઘસીને ના પાડી દીધી. કારણકે, કુરતી-દાવ પૂરો થયેલ જાહેર કરવામાં આવ્યો હતો અને પેરિસનને વિજેતા તરીકે પટ્ટો વિધિસર પહેરાવી દેવામાં આવ્યો હતો. હવે તો
આ જુવાન બીજા આથિગ વખતે આવીને વિજેતા નીવડે તો જ તેને પટ્ટો મળે!
રાશેલે તરત પિતાનો નેકલેસ ગળામાંથી ઉતાર્યો અને પેલા જુવાનને પાસે બોલાવી તેના ઘવાયેલા હાથના ખભા ઉપર પહેરાવી દીધો; અને પૂછયું, “બહાદુર, તમારું નામ શું?”
“સ્ટિફન.” “કોના દીકરા?”
ઓરીસનને દીકરો છે, પણ બધા મને સ્ટિફન ઓરી જ કહે છે.”
“શો ધંધો કરો છો?” “ખલાસી, જોકુલના સ્ટેપ્પન ગામે.”
દરમ્યાન પેટ્રિકસન ઊભો થઈ ત્યાં આવી પહોંચ્યો અને પોતાને કમરપટ્ટો રાશેલના પગ આગળ નાખીને સ્ટિફનને સંબોધીને બોલ્યો, “એ પટ્ટો હવે તારો છે, લઈ લે.”
ત્યાર બાદ તે મોંએથી ભૂંડા શાપ વરસાવતો ટોળાં વરચેથી પાલતો થઈ ગયો.
ઇ
એક કલાક બાદ, રાતના ઝાંખા પ્રકાશમાં સ્ટિફન એરી ગવર્નરની દીકરી સાથે શિંગ્વલિરના ધર્માચાર્યના મકાનના દરવાજા પાસે ઊભો હતો. જોર્ડનના રસાલાને ધર્માચાર્યના મકાનમાં ઉતારો મળ્યો હતો. આ સ્ટિફને રાશેલને કહ્યું, “આ પટ્ટો પાછો લઈ લો; કારણકે, હું જો એ પટ્ટો રાખીશ, તો પેટ્રિક્સન અને તેના સગાઓ મને આખી જિંદગી જંપવા નહીં દે.”