SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-બલિદાન પૅટ્રિકસને હવે છંછેડાઈ, પોતાનું પૂરું જોર લગાવ્યું; પણ બેકાર! જે પ્રેક્ષકો એની આ ફજેતી જોઈ રહ્યા હતા, તેમણે બૂમ પાડીને કહ્યું, આ સુસ્ત જુવાનિયો, જરી વાર પહેલાં કુસ્તીમાં જ ઊતર્યો હોત, તો પેટિકસનની દેન નથી કે તે તેને પછાડી શકે !' તરત જ મૅટ્રિકસન ગુસ્સામાં આવી ત્રાડી ઊઠ્યો, “હજુય કશું મોડું નથી થયું. આ જુવાનિયો જો મારી સામે આવી જાય, તો તેને પછાડયા પહેલાં વિજેતાને આ પટ્ટો હું પહેરીને ઘેર નહીં જાઉં!” તરત જ પેલો જુવાનિયો ખડો થઈ ગયો. પણ તે વખતે જ માલૂમ પડયું કે તેને જમણો હાથ કણી અને કાંડા વચ્ચે જખમાયેલો હતો; અને ઘાથી ઉપરની બાજુએ તેણે રૂમાલ તાણી બાંધ્યો હતો. પણ એથી જરાય ગભરાયા વિના તેણે તો પોતાને ડાબો હાથ પૅટ્રિકસનની કેડની આસપાસ ભિડાવી દીધો. પૅટ્રિકસને તેને પહેલો પકડ્યો હતો એટલે એ તેને જોરથી અધ્ધર ઘુમાવીને પોટલાની પેઠે જમીન ઉપર ફગાવવા ગયો; પણ પેલાને પગ જમીન ઉપર એવો ચોટી રહ્યો કે, તે પોતે જ ઊલટો હાલકડોલક થઈ ગયો. પછી તો પેલાએ પોતાનો એક પગ પૅટ્રિકસનના પગ વચ્ચે ઘાલીને બીજા પગને ઢીંચણ તેના પેટ ઉપર દબાવી, પોતાનું માથું તેની દાઢી નીચે લાવી, પોતાના ડાબા હાથ વડે તેની પાંસળીઓને ભિડાવીને પેલાને પોતાની ઊલટી બાજાએ એવો નમાવવા માંડ્યો કે, થોડી વારમાં જ પેરિસનના પીઠ વચ્ચેથી જ બે કટકા થઈ જાત. પણ તેના સગાવહાલા તરત ત્યાં દોડી આવ્યા. તેઓએ મૅટ્રિકસનને હારેલો જણાવી, તેને મારી ન નાખવા આજીજી કરી. પેલા જુવાને તરત પોતાનું દબાણ ઓછું કરી પૅટ્રિકસનને એવો ધક્કો માર્યો કે, તે માટીના રોડાની પેઠે દુર ફંગોળાઈ ગયો. રાશેલ તો ચિંતાભરી નજરે આ કુસ્તી જોઈ રહી હતી. પણ જ્યારે પૅટિકસન હારીને ગબડી પડયો, ત્યારે તે હસી પડી અને પોતાના પિતાને કહેવા લાગી કે, પેલો કમરપટ્ટો હવે આ નવા વિજેતાને પૅટ્રિકસને કાઢી આપવો જોઈએ!
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy