SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હાકેમ કોણી ઢીંચણ ઉપર ટેકવીને બેઠો હતો. તેનું માથું ખુલ્યું હતું, અને ગરમીને કારણે તેણે પોતાનું ઊનનું શર્ટ પીઠ ઉપર ઉલટાવી નાખ્યું હતું. દેખાવે તે જુવાન, પહોળા ખભાનો અને ગંઠાયેલા સ્નાયુઓવાળો હતું. તેનાં કપડાં સામાન્ય તથા ફાટેલાં હતાં. તે કુસ્તી તરફ કશો ખાસ રસ દાખવતો ન હતો; આઈસૉન્ડના વતનીઓની પેઠે તે સ્વાભાવિક સુખ મુદ્રામાં બેઠો હતો એટલું જ. જ્યારે છેલ્લે હારેલ માણસ પાછો ફર્યો, ત્યારે લોકોએ જે બુમરાણ મચાવી મૂકી, તે સાંભળીને તે જરા જાગ્રત થયે, અને પોતાની સુસ્ત આંખો જરા ઊંચી કરીને તેણે તે તરફ નજર નાખી. મલ્લકુસ્તી પૂરી થઈ. પૅટ્રિક્સન વિજેતા જાહેર થયો અને ગવર્નરની પુત્રીને હાથે વિજેતાનો પટ્ટો પહેરવા તે કાનૂન-પર્વતના ટેકરા ઉપર ચડ્યો. રાશેલે તે વિધિ કશો ખાસ રસ દાખવ્યા વિના પૂરો કર્યો, – તેની આંખો તો પેલા પહોળા ખભાવાળા ઉપર જ ચોટી રહી હતી. પેટ્રિકસને હવે દારૂ મંગાવ્યો, જેથી તે સૌ હારેલાઓને દારૂ પાઈને તેમના પ્રત્યે શુભેચ્છા દાખવી શકે. તેણે પોતે પણ ખૂબ ઢીંચ્યો પછી તે બડાશ મારીને હાકલ કરવા લાગ્યો કે, તમારા ટાપુના કોઈ પણ મજબૂત માણસને મારી પાસે લાવો, અને હું તેને ચટ દઈને ચિત્તાપાટ કરી દઈશ! આટલું મોટેથી કહીને તે નીચે ઊતરવા માંડ્યો, તે વખતે જ પેલા પહોળા ખભાવાળાએ તેની સામે સીધી નજર કરીને જોયું. પૅટ્રિકસન એની નજરમાં રહેલા હુંકારને પામી ગયો; એટલે તરત જ બોલી ઊઠયો, “વાહ ભાઈ, આ ગેંડુજી બેઠા બેઠા ઘૂરકે છે ને કંઈ! લાવ જરા એમને ઊંચાનીચા કરીએ.” એમ કહીને તેણે તેની આસપાસ પોતાના હાથ ભિડવી, તેને તેની બેઠક ઉપરથી ઊંચે કરવા પ્રયત્ન કર્યો. પણ પેલો ત્યાંથી જરાય ચસ્યો નહીં.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy