________________
આમાલિદાન આ વખતે કાઉન્ટ ટૉલેપ આઇસલૅન્ડમાં હાજર હોઈ જોંગને તેને આ પ્રાચીન મહોત્સવ વખતે પોતાની હાજરીથી શોભામાં વૃદ્ધિ કરવા નિમંત્યો. ગવર્નર-જનરલની મંડળી પચાસેક આઇસલેન્ડના ઘોડાં-ટટવાં ઉપર બેસી કાનુન-પર્વતે જવા નીકળી. રાશેલ તેના બાપ અને કાઉન્ટની વચ્ચે ઘોડેસવારી કરીને ઉપડી. એ છ-સાત લાંબા ડેનિશ માઈલની મુસાફરી દરમ્યાન જૉર્ગને રાશેલના કાઉન્ટ સાથેના લગ્નની શરતો નક્કી કરી લીધી. કાઉન્ટ કબૂલ થયો અને રાશેલે વાંધો ન લીધો.
ત્રણ દિવસ “આથિગ' લોકસભાનું કામકાજ ચાલ્યું, તે દરમ્યાન રાશેલ ખૂબ કંટાળી ગઈ. પણ પછી ચોથે દિવસે મલ-કુસ્તી શરૂ થઈ. તેના બાપે તેને ટેકરા ઉપર ઊંચે આસને પોતાની સાથે બેસાડી. આખા આઇસલૅન્ડમાં જે વિજેતા નીવડે, તેની કમરે ચાંદીના બકલવાળો પટ્ટો તે બાંધવાની હતી.
રાશે પિતાને મળેલા એ બહુમાન બાબતમાં કશી ઇંતેજારી ન દાખવી. કુસ્તી ચાલવા લાગી ત્યારે તે પરીક્ષક સાથે ઉપેક્ષાબુદ્ધિથી આવીને બેસી તો ગઈ જ. કાઉંટ તેને પડખે ઊભો રહ્યો.
નીચે અખાડાની આસપાસ સેંકડો સ્ત્રી-પુરુષ-છોકરાં વગેરે ટોળું વળીને ઊભાં હતાં. એક મલ્લ તેની સાથે કુસ્તી કરવા આવનાર સૌને પછાડથે જતો હતો. તેનું નામ પૅટ્રિકસન હતું. તે આઇસલેન્ડ પાસેના વેસ્ટમૅન ટાપુમાં આવીને વસેલા કોઈ આઈરિશનો વંશજ હતો. જેમ જેમ એ બધાને પછાડતો ગયો, તેમ તેમ તેને માથાનો પવન પણ સાથે સાથે વધવા લાગ્યો; અને છેવટે તો તેની તુમાખી રાશેલને એવી અસહ્ય લાગવા માંડી કે કોઈ એને પવન ઉતારે એ છે કે નહીં તે જોવા તેણે પ્રેક્ષકો તરફ બેદરકારીથી સહેજ જ નજર નાખી.
પણ તેની સાથે જ તેની બધી બેદરકારી દૂર થઈ ગઈ! કાનૂન- પર્વતના નીચેના ટેકરા ઉપર એક માણસ તેનું માથું હાથમાં અને