SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હાકેમ પાઉંડ પગાર મળતો હતો; ઉપરાંત એક મકાન આઇસલૅન્ડની રાજધાની રેકજાવિકમાં અને બીજું ડેન્માર્કની રાજધાની કૉપનહેગનમાં મળ્યું હતું. કાઉટ ટ્રૉલોપ પિતાલીસ વર્ષની ઉમરનો હતો – ઊંચો, કરચલીમરેલો, પાવડર છાંટેલો, તેલ ચોપડેલો અને સ્ત્રી-દાક્ષિણ્યથી છલકાતો. જંર્ગનની પુત્રી રાશેલ તેની વેલ્સ-જાતિની માની પેઠે દુ:ખ સહન કરવામાં ધીર, પ્રેમ કરવામાં ઉગ્ર, અને દ્વેષ કરવામાં તાતી હતી. કાઉન્ટ ટ્રૉલોપ સાથે લગ્નની વાત ઊપડી ત્યારે તે વીસ વર્ષની હતી અને તેની મા કેટલાંક વર્ષ થયાં ગુજરી ગઈ હતી. કાઉન્ટ જૉર્ગનના વિચારમાં મૂંગી સંમતિ આપી દીધી હતી. કારણ કે રાશેલ એવી ફટડી છોકરી હતી કે, તેને નકારવાનું કોઈ પુરુષને કારણે જ ન હોઈ શકે. છોકરીએ પણ શરૂઆતમાં બાપના વિચારને અવમાન્યો પણ નહિ કે સંમાન્યો પણ નહિ. વસ્તુતાએ, કયારે પરણવું, કોને પરણવું તથા કેવી રીતે પરણવું તેનો કશો વિચાર જ તેણે કર્યો ન હતો. રાશેલની ૨૧મી વરસગાંઠ પછીના જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ચાલતું હતું. એ મહિનો આઇસલૅન્ડની પ્રાચીન લોકસભા આથિગ'નો મહિનો કહેવાય. “આથિગ’ના ઉત્સવ માટે ચૌદ દિવસનો રાષ્ટ્રીય તહેવાર જાહેર કરવામાં આવ્યો. પ્રાચીન રિવાજ પ્રમાણે શિંગ્વલિરની ખીણમાં આવેલા પ્રાચીન કાનૂન-પર્વત ઉપર અત્યારના કાયદો અને વ્યવસ્થા જાળવનારાઓ – ગવર્નર-જનરલ, બિશપ, સ્પીકર અને શરીફો – લોકોના પ્રતિનિધિઓ સાથે ભેગા મળવાના હતા. ત્યાં આઇસલૅન્ડના પ્રાચીન કાયદાઓનું જાહેર વાચન થવાનું, તથા નવા કાનૂનોની જાહેરાત. બદમાશો ઉપર કેસ ચાલવાના, તથા હક-દાવા – લેણ-દેણ પતવવાનાં. ઉપરાંતમાં ત્યાં મલ્લ-કુસ્તી થાય; ઘોડદોડ થાય; શસ્ત્રોના ખેલ થાય; અને સાથે સાથે પ્રેમના અને જીવલેણ હેરના પ્રસંગે પણ.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy