________________
આત્મબલિદાન પણ તેથી વધુ ઓળખાણ તેને એ જહાજના વેલ્સ વેપારીના ઘરમાં થઈ. તે વેપારીનો લિવરપુલ મથકે ધીકતો ધંધો ચાલતો હતો અને તેને પચીસ વર્ષની ફૂટડી કન્યા હતી. જોર્ગન અંગ્રેજ માલના બદલામાં આઇસલૅન્ડની પેદાશ ભરી લાવવા એ વેપારીની નોકરીએ રહ્યો હતો. પહેલી મુસાફરી દરમ્યાન જ તે અહીંથી સો ટન મીઠું ભરી ગયો અને ત્યાંથી જવાળામુખીનો ગંધકભર્યો બોજ વહી લાવ્યો. બીજી મુસાફરીમાં તે પેલા વેલ્સ-વેપારીની દીકરીને જ પત્ની તરીકે ઉપાડી ગયો અને પછી ખાલી વહાણ પાછું મોકલવાની તસ્દી પણ તેણે લીધી નહિ.
દરમ્યાન ઇંગ્લેન્ડ અને ડેન્માર્ક વચ્ચે વૈમનસ્ય ઊભું થયાની ખબર પડતાં તે અંગ્રેજ હકૂમતની વફાદારી ફગાવી દઈ, ડેન્માર્કની રાજધાની કૉપનહેગન પહોંચી ગયો. ત્યાંના સત્તાવાળાઓને તેણે જણાવ્યું કે, અંગ્રેજ હકુમતની બંધી છાનીછૂપી વાતો હું જાણું છું, માટે મને આઇસલૅન્ડનો ગવર્નર-જનરલ બનાવો, તો હું તમને બહુ ઉપયોગી થઈ પડીશ. ડેન્માર્કવાળાઓએ તેને વર્ષે ચારસો પાઉડને પગારે એ જગાએ નીમ્યો; એટલે તે પોતાના સસરા વેલ્સ-વેપારીના જહાજ ઉપર જ ડેન્માર્કનો ધ્વજ ફરકાવી રેકજાવિક બંદરે લાંગર્યો. - જૉર્ગન જૉર્ગન્સન તે વખતે તો ભરજુવાનીમાં હતો, પણ પછી ઉંમર ઢળવા માંડવા છતાં તેનું પથ્થર જેવું હૃદય જરાય પોચું પડવા લાગ્યું ન હતું. તેને પોતાનો વંશજ મેળવી પોતાનો વંશ કાયમ કરવાની બહુ ઇંતેજારી હતી, પણ તેની સમગ્ર વિજયી કારકિર્દીની એ એક વિચિત્ર નિષ્ફળતા હતી કે તેને દીકરો ન જ થયો – માત્ર એક દીકરી
થઈ.
પણ ભગવાને કરેલી ભૂલને તેણે માણસની બુદ્ધિથી સુધારી લેવાનો પ્રયત્ન કર્યો – ડેન્માર્કના આઇસલૅન્ડ ખાતેના પ્રધાન કાઉંટ ટ્રૉલોપ સાથે તેણે પોતાની પુત્રી પરણાવવાનું નક્કી કર્યું. ટ્રોલોપને વર્ષે પાંચસો