SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ હાકેમ 3] નવલકથાને સમયે જૉર્ગન જોર્ગન્સન નામનો ઉમરાવ ડેન્માર્કના રાજા તરફથી આઇસલૅન્ડનો ગવર્નર-જનરલ નિમાયો હતો. અલબત્ત, તે ડેન્માર્કની રાજધાની કૉપનહેગનમાં જન્મેલો ડેનિશ યાને હડહડતો ‘ડેન હતો. પણ ગવર્નર-જનરલ જેવે પદે પહોંચતા પહેલાં તેણે ઘણાં પગથિયાં વટાવ્યાં હતાં, અને તે બધાં રૂડાં-રૂપાળાં ન હતાં. શરૂઆતમાં તો તે એક અંગ્રેજ વેપારી જહાજ ઉપર ઉમેદવાર તરીકે દાખલ થયો; પછી બ્રિટિશ નૌકાસૈન્યમાં હલકા દરજ્જાનો અસર બન્યો; ત્યાર પછી ડેન્માર્ક અને ટ્રાન્સ ઇંગ્લૅન્ડની સામે થયાં, ત્યારે એક ડેનિશ ખાનગી જહાજનો કપ્તાન બની, ઈંગ્લૉન્ડનાં જહાજોને જ પજવવા લાગ્યો. જૉર્ગન સ્વાર્થ ખાતર જ પ્રમાણિક બની શકતો; કૂટ-નીતિની આવશ્યકતાને કારણે જ ન્યાયી બનતો; તથા વ્યૂહરચનાના તકાજાને કારણે જ ઉદાર ! પોતાના રહ્યાસહ્યા અંતરના અવાજને તે કદી પોતાના રોજિંદા વ્યવહારમાં ડખલ કરવા દેતો નહિ. એક વખત વેલ્સ'ના વેપારીના જહાજમાં તે લિવરપુલથી આઇસૉન્ડની રાજધાની રૅજાવિક બંદરે આવી પહેાંચ્યો. આઇસલૅન્ડની કંગાળ, ભૂખે મરતી રાજધાનીની એની એ પહેલી ઓળખાણ હતી. ૧. ઇંગ્લૅન્ડ દેશના એક ભાગ.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy