________________
આત્મબલિદાન
-
એ લોકોનું પ્રાચીન સાહિત્ય પણ મહાકાવ્ય સાગા' શૈલીનું, અંતરના ગૂઢ ભાવોથી ભરેલું અને ત્યાંના ખડકો જેવું કપરું છે. અલબત્ત, ત્યાંના લોકો બાકીની દુનિયાથી અલગપણે ગમે તેવું શાંત – ટાઢું જીવન જીવવા ઇચ્છે, પણ આસપાસના લૂંટારી પ્રકૃતિના પડોશીઓ એમને શાના જંપવા દે? એટલે આઇસલૅન્ડમાં પણ ધર્મઝનૂની પાદરીઓ, રાજ્ય-લોભી સત્તાધીશો અને ધન-લોભી ચાંચિયાઓ અને વેપારીઓનાં પગરણ ૯મા સૈકા પહેલાંથી જ મંડાઈ ચૂકયાં હતાં. ખ્રિસ્તી ધર્મ ત્યાં ઈ.સ. ૧૦૦૦માં દાખલ થયો.
•
આ નવલક્થાનો કાળ ઈ.સ. ૧૮૦૦નો હોઈ, તે વખતે ડેન્માર્કના રાજાની હકૂમત પોતાના નીમેલા ગવર્નર-જનરલ મારફત એ ટાપુમાં પ્રવર્તતી હતી.