SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ હાકેમની દીકરી જુગાર ખેલ્યો હતો, પણ પચાસ કાઉન હારી જતાં, બાકીના દશ પોતાને થયેલો ભારે પસ્તાવો ભૂવવા તેણે પીઠામાં ખરચી નાખ્યા છે.” રાશેલનું હૈયું બેસી ગયું. પણ ડોસી તરત જ પાસે આવીને વિજયના ઘમંડ સાથે બોલી ઊઠી, “તારા વાળના પૈસા આપી મારા છોકરાને તારે હાથ કરી લેવો હતો, ખરું? હવે મારો છોકરો તારા હાથમાં આવી રહ્યો, બોડકી !” રાશેલ મરણિયા જેવી થઈ ગઈ અને મા-દીકરા બંને ઉપર તડૂકી ઊઠી. માએ પોતાના કહ્યાગરા દીકરાને રડારોળ કરીને ઉશ્કેર્યો. સ્ટિફનને માએ કરેલા પડકારથી શૂરાતન ચડી આવ્યું. તેણે તરત આગળ આવી રાશેલના મોં ઉપર અવળા પંજાની ફેટ લગાવી દીધી. રાશેલ પગથી માથા લગી સળગી ઊઠી. “મને તે મારી? મારા ઉપર હાથ ઉગામ્યો, એમ? પેટિકસનનું તેં કરેલું ખૂન ભૂલી ગયો છે, શું? હવે જો તારી વલે કરાવું છું!” રાશેલના શબ્દો, સ્ટિફનના પંજા કરતાં વધુ કઠોર નીવડ્યા. રાક્ષસ જેવો સ્ટિફન એ ધમમ આગળ મીણ થઈ ગયો. પોતાની ટોપી ઉપાડી લઈ, તરત તે અંધારી રાતે ઘરમાંથી કાયમ માટે બહાર નીકળી ગયો.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy