________________
જેસન
ન જ રાતે રાશેલને સમય પહેલાં પ્રસૂતિ થઈ ગઈ. તેને પુત્ર જન્મ્યો; – પરંતુ તેના બાપની અમાનુષિતા વિચારીને તેના અંતરમાં પુત્ર પ્રત્યે જરાય ભાવ પેદા ન થયો.
બાળક રડવા લાગ્યું, પણ માએ તેને ધવરાવવા લીધું નહિ.
સ્ટિકનની મા સ્ટિફનની શોધમાં ગઈ હતી તે ભૂંડા સમાચાર અને તેથીય વધુ રાશેલ માટેનો કાળો તિરસ્કાર લઈને પાછી આવી. તેણે રાશેલને સંભળાવ્યું - “સ્ટિફન ગઈ રાતે ઊપડેલા કોઈ અંગ્રેજ જહાજમાં ચડીને ભાગી ગયો છે. તારે કારણે મારો દીકરો મેં ખોયો.”
પણ પછી તો હાથની મુક્કી રાશેલના માં સામે ઉગામીને તેણે ઉમેર્યું, “દીકરાના બદલામાં દીકરે – જેમ મારો દીકરો તારે કારણે મેં ખોયો, તેમ તારો દીકરો પણ તું ખોજે!”
રાશેલે પોતાના કમનસીબ પુત્રને ધવરાવ્યો જ નહિ – તેને મરવા માટે તજી દીધો.
પણ થોડી વાર બાદ અસહાય અને મરવા પડેલા બાળકનું કલ્પાંત સાંભળી, તેને દયા આવી. તેણે કશો વિચાર કર્યા વિના બાળકને ધવરાવવા છાતીએ લીધું. દેવળની વાળઝૂડ અને સારસંભાળ કરનાર એક ડોસો-ડોસી પાસે જ રહેતાં હતાં. ડોસી છેવટના થોડા સમયથી રાશેલની સારવાર કરતી હતી. તે તરત પાદરીને બોલાવી લાવવા દોડી - જેથી ખ્રિસ્તી જલદીક્ષા પામ્યા વિના બાળક મરી ન જાય.
છે