________________
જેસન પાદરીએ આવીને ઉતાવળે રાશેલને તેનું નામ પૂછ્યું; પણ તેણે શો જવાબ આપ્યો નહિ. એટલે પાદરીએ પેલી પડોશણને છોકરાના બાપનું નામ પૂછયું.
તે ભલી બાઈએ જવાબ આપ્યો – “સ્ટિફન ઓરી.”
તો પછી આ બાળકનું નામ સ્ટિફન સ્ટિફન્સન રાખીએ,” એમ કહી પાદરીએ પાણીમાં આંગળીઓ બોળી.
પણ રાશેલ પોતાના બાળકને એના બાપનું ભૂરું નામ મરતી વખતે પણ ન લાગે તે માટે બોલી ઊઠી – “ના, ના, ના.”
પડોશણે કહ્યું, “આ બાઈને બિચારીને એના ભૂંડા પતિએ બહુ દુ:ખ દીધું છે; એટલે છોકરાનું નામ માના બાપના નામ ઉપરથી પાડો.”
તો તેનું નામ જર્મન જર્ગન્સન રાખીએ,” પાદરીએ કહ્યું.
પણ રાશેલ પાછી ત્રાડી ઊઠી, “ના, ના, ના, મને અને આને બાપ છે જ નહિ. તેનું નામ માત્ર જેસન પાડો.”
“હું? ખ્રિસ્તીનું નામ એવું તે હોતું હશે?” પાદરી બોલી ઊઠડ્યો.
“ભલા, એ તો જહાજનું નામ હોય !” પડોશણ પણ બેલી ઊઠી. છતાં છોકરાનું નામ જેસન જ પાડવામાં આવ્યું. રાશેલે તેને બધાં સાંવહાલાંથી તે બાબતમાં છૂટો પાડી દીધી.
પણ નવાઈની વાત એ બની કે, કલાક બાદ છોકરો જાણે ફરી સજીવન થવા લાગ્યો!
અને ત્રણ દિવસ બાદ તો રાશેલ જાતને નિચોવી-નિચોવીને, પિતાને સમગ્ર જીવનરસ એ બાળકને ધવરાવવા લાગી.
તે રાતે ટાપુના બિશપ રાશેલ પાસે આવ્યા. તેમને રાશેલની મા સાથે મિત્રતા હતી, અને તેથી જ અત્યારે રાશેલનો બાપ તેમના પ્રત્યે કિન્નો રાખતો હતો. બિશપે રાશેલને કહ્યું, “માછીવાડામાં એક