________________
૨૨
આત્મ-બલિદાન માછી તાજેતરમાં મરી ગયો છે. તેણે પોતાની થોડીઘણી જે કંઈ મિલકત હતી તે દેવળને અર્પણ કરી દીધી છે. તું એ મકાનમાં જઈને રહે.”
સુવાવડના દિવસે પૂરા થતાં જ રાશેલ પોતાના બાળક પુત્રને લઈ, બિશપે ચીંધેલા ખેલડામાં રહેવા ચાલી ગઈ. લાવાનાં ગચિયાંને ધૂળધમાથી ચણીને એ ખેલડું ઊભું કરવામાં આવ્યું હતું. અંગ્રેજ વેપારીઓ માટે દરિયાઈ પંખીઓનાં સુવાળાં પીંછાં સાફ કરવાનું કામ કરીને રાશેલ આજીવિકા જોગ કમાવા લાગી. તેને બાપ જૉર્ગન જોન્સન પુત્રીની લાચાર સ્થિતિ જાણતા હશે, પણ તેને મદદ કરવા તેણે કદી કશો પ્રયત્ન કર્યો નહિ.
રાશેલનું બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું, અને તેને આનંદી કલબલાટ રાશેલના ભાગી ગયેલા હૃદયને સજીવન કરવા લાગ્યો. તેને પોતાની કાળી મજૂરી કરવામાં પણ આનંદ આવવા લાગ્યો; જીવન વહાલું લાગવા માંડયું, એ બાળક તેનાં બાવડાંમાં બળ પૂરતું; અને તેના શૂન્ય અંતરમાં પ્રાણ. રાશેલ હવે કંગલી રહી ન હતી : તેને ચાહવા માટે બાળક હતું – કેટલી મોટી સમૃદ્ધિ? એની એ કાળી કોટડી જ તેને માટે પ્રકાશપૂર્ણ સ્વર્ગ બની ગઈ.
રાશેલ દરિયા-કિનારે કામ ર્યા કરે, ત્યારે બાળક તેની પાસે કાંકરા રમ્યા કરતું. મા તેના તરફ નજર કરતી કરતી તેની આસપાસ કેવાં કેવાં સ્વપ્ન ઊભાં કર્યા કરતી : તેનો એ લાલ મોટો થઈ કિનારે આવતાં જહાજોમાં ચડીને પરદેશ જશે – કદાચ પિતાને પણ સાથે લઈ જશે- પોતાની માના વતનમાં – ઇંગ્લેન્ડમાં સ્તો. ત્યાંના પુરુષો સ્ત્રીઓ પ્રત્યે સજનતાથી વર્તે છે અને ત્યાંની સ્ત્રીઓ પુરૂને વફાદાર રહે છે. ઇંગ્લેન્ડ જતા સુધીના થડા દિવસ જ આ હતભાગા ટાપુમાં પિતાને રહેવાનું છે – તેનો ઉદ્ધારક તેના પગ પાસે જ ખેલે છે – તેને પિતાનો જૈસન !