________________
જેસન
વરસો વીતવા લાગ્યાં. જેસન મજબૂત બાંધાને, ઊંચે, કદાવર જુવાનિયો બન્યો. તેના વાળ લાલાશ પડતા રંગના હતા. તે જુસ્સાદાર, ઝનૂની, આકળા સ્વભાવને, અવિચારી, સાહસી, તથા ગણતરી વિનાનો હતો. તે જાણે માનવ જળચર પ્રાણી હતો, અને દિવસનો મોટો ભાગ દરિયા-કિનારે જ ગાળતો. રમત ગણાય એવું જે કંઈ કામકાજ હોય તે બધું તે ઉત્સુકતાથી કરતો. જેમકે બંદર બહારના ઊભા ચઢાણવાળા ખડકોની ટોચે ઇડર-ડક પંખીના માળામાંથી ઈંડાં ઉતારી લાવવાં એ તેનું કામ. લોકો રાશેલને કહેતા કે, તારો છોકરો બરાબર તેના બાપ ઉપર ઊતરશે, ત્યારે તેને ગમતું નહિ, અને તે કાનમાં આંગળીઓ ખસી દેતી. તેનો પુત્ર ફૂટડો અને તેજસ્વી તો હતો જ – એટલો એ તેનો – રાશેલનો અંશ ગણાય. અને ભલે એ છોકરાને તેના બાપની પેઠે સુસ્તીના ગાળા વચ્ચે વચ્ચે આવી જાય; – પણ એક બાબતમાં તે તેના બાપ કરતાં છેક જ જુદો હતો, એની કોણ ના પાડી શકવાનું હતું? – તે એની માને ખૂબ જ ચાહતો! લોકો જૈસનના એ ગુણ અંગે પણ ગુસપુસ કરતા કે, એનો બાપ પણ બીજા ગમે તેટલા દુર્ગુણ તેનામાં હશે, પણ રાશેલને ચાહવાની બાબતમાં તો ઊણો ન હતો.
લોકોની એ બધી ગુસપુસ પોતાના પુત્રને કાને ન પડે, અને પિતાના ખંડિત જીવનની કહાણી તેને વખત પહેલાં કોઈ ન સંભળાવી દે, તે માટે રાશેલે પોતાના દીકરાને અંગ્રેજી ભાષા જ શીખવી હતી. છતાં જૈસન દરિયા-કિનારેથી આઇસલૅન્ડની ભાષાના શબ્દો વીણતો જ રહેતો અને પછી તો પોતાની માની શરમની અને પોતાના બાપની હલકટતાની વાત ત્રણગણી કરીને બહારથી સાંભળી લાવ્યો જ. પરિણામ એ આવ્યું કે, મા પ્રત્યેનો તેનો પ્રેમ રાણગણો વધી ગયો, અને બાપ પ્રત્યેને કિન્નો પણ. 1. છતાં આ બધા દિવસો દરમ્યાન રાશેલના મનમાં એક આશા ટકી રહી હતી અને તે એ કે પિતાને પતિ સ્ટિફન ગમે ત્યારે