________________
૨૪
આત્મબલિદાન પિતાની પાસે પાછો આવશે જ. તેણે કરેલા ખૂનની વાત બહાર પાડી દેવાની ધમકી પોતે અલબત્ત આપી હતી, પણ પોતાની પત્નીની એવી ધમકીને કણ કાયમ સાચી માન્યા કરે, ભલા? અલબત્ત ગુસ્સામાં આવી જઈ રાશેલ એ શબ્દો મોંએથી બોલી ગઈ હતી, પણ તેથી પૅટ્રિકસનના ભાઈના ડરને કારણે પોતાની પત્ની અને બાળકથી જીવનભર કોઈ દૂર રહેતું હશે, વાર?
છેવટે રાશેલને મનમાં એવી આશા બંધાવા લાગી કે મૅટ્રિકસનનો ભાઈ મરી જશે, ત્યાર પછી તો સ્ટિફન જરૂર પોતાને ઘેર પાછા આવશે. પોતાના સંતાનનું મે જોવા આવ્યા વિના કોઈને ચાલતું હશે, ભલા?
– એટલે જૅસન બહારથી સાંભળેલી વાતોથી બાપ પ્રત્યે ગમે તેટલે વેરભાવ અને ખુન્નસ ધરાવતો થતો જતો હતો, પણ રાશેલને ઊંડી ઊંડી એવી ખાતરી હતી કે સ્ટિફન પાછો આવશે ત્યારે પોતાની માને પતિ પ્રત્યે કેવો સદૂભાવ છે એ નજરે જોશે, ત્યારે જેસન પણ પોતાના પિતાને ધીમે ધીમે ચાહતો થઈ જશે.
એટલે જ્યારે થોડા દિવસ બાદ ખબર મળી કે, પૅટ્રિકસનને ભાઈ હવે અહીં દેખાતો નથી; – તે વેસ્ટમેન ટાપુઓ તરફ કાયમને પાછો ચાલ્યો ગયો છે, ત્યારે રાશેલને ખાતરી થઈ ગઈ કે, સ્ટિફન હવે જરૂર પાછો આવશે જ. કારણકે, સ્ટિફનને હવે કોઈથી ડરવાનું રહ્યું ન હતું.
પણ દિવસો અને મહિના વીતવા લાગ્યા, પરંતુ સ્ટિફન આવ્યો નહીં કે તેની કશી ભાળ મળી નહિ. ત્યારે છેવટે અંદરથી અને બહારથી અત્યાર સુધી આશા અને હિંમતથી ઝૂઝતી રહેલી રાશેલ ભાગી પડી. તેની તબિયત ઝપાટાબંધ લથડવા લાગી.
એક દિવસ અચાનક ગૅટ્રિકસનનો ભાઈ પાછો આવ્યો! તે રાશેલને એટલી જ ખબર કહેવા આવ્યો હતો કે, સ્ટિફન ઓરી મૅન