________________
બુદ્દા આદમ ફેરબ્રધરની દાસ્તાં તો પછી તેના માલિક ડેન્માર્કના રાજાને અપીલ કરીશ. ડેન્માર્ક જો નહિ માને તો હું ઇંગ્લેન્ડની સરકારને અપીલ કરીશ; કારણકે, માઈકેલ સન-લૉક સ બ્રિટિશ પ્રજાજન છે. અને જો ઇંગ્લેન્ડ પણ મારી વાત નહિ સાંભળે, તો પછી હું પરમાત્માને પ્રાર્થના કરીશ. પરમાત્મા કદી અન્યાય કરનારાઓને કે અન્યાય પામેલાઓને ભૂલતો નથી. હું અલબત્ત ઘરડો થઈ ગયો છું અને માઇકેલ સન-લૉકસને આશરે મારા બાકીના દિવસ શાંતિથી ગુજારવા જ અહીં આવ્યો હતો, પણ ભગવાનના રાહ ન્યારા છે – મને અહીં લાવવામાં તેમનો હેતુ જુદો જ હશે – અને હું એ પ્રમાણે માઇકલ સન-લોસના છુટકારા માટે પ્રયત્ન કરવા ઉતાવળો થઈ ગયો છું; તું પણ બેટા, મારી સાથે જ ચાલ.”
પણ ગ્રીબાને અહીં આવવામાં હેતુ જુદો જ હતો. તેણે જણાવ્યું, “ના, બાપુ, ના, તમે રેજાવિક જાઓ અને તમારાથી બનતી કોશિશ કરવા માંડો. મારું સ્થાન તો અહીં મારા પતિની પાસે જ છે. તેમને મારા પ્રેમ ઉપર શંકા આવી છે અને તે એમ માને છે કે હું તેમનાં પદ – પ્રતિષ્ઠા – અને – વૈભવને જ પરણી છું. પણ સ્ત્રી જેને પ્રેમ કરતી હોય છે તેને ખાતર શું શું સહન કરી શકે છે, તે મારે એમને બતાવી આપવું છે. આ જગાએ હું જુદી જ યોજના ઘડીને આવી છે, અને પરમાત્માની કૃપાથી હું તે પાર પાડી શકીશ. માટે મારી ચિંતા છોડી તમે એકલા જ જાઓ. ભગવાન તમને મદદ કરે!”
આદમે ગ્રીબાની વાત કબૂલ રાખી. તેણે પોતાનો તંબૂ તથા ખાવાપીવાની જે સામગ્રી બચી હતી. તે બધું ગ્રીબાને માટે ત્યાં જ રહેવા દીધું. કારણકે કિશુવિકથી રેકજાવિક પહોંચવા માટે એક દિવસની જ મુસાફરી કરવાની બાકી રહેતી હતી.
આદમ ગયો એટલે ખાણોના પ્રવેશદ્વાર આગળ જે તંબૂઓ હતા ત્યાં ગ્રીબા પહોંચી ગઈ. તેણે ત્યાંના કેપ્ટનને મળવા માગણી કરી. તે નવો આવેલો ડેનિશ હતો એટલે ગ્રીબાને ઓળખતો ન હતો. ગ્રીબાએ તેને કહ્યું કે, અહીં ઇસ્પિતાલ બંધાય છે એમ સાંભળી હું