________________
૨૮૦
આત્મ-બલિદાન વાત એમ બની કે, એ રાતે આદમ શોકમગ્ન થઈ પોતાના સાથીઓ સાથે બેઠો હતો, તેવામાં એક જુવાન આઇસલેન્ડર તંબુ પાસે આવ્યો અને ભાગીતૂટી અંગ્રેજીમાં કહેવા લાગ્યો કે, એક બાઈને આજની રાત પૂરતો અહીં આશરો આપશો? એ બાઈ એકલી જ છે, અને પોતે તેનો ભોમિયો હોઈ રેકજાવિકથી તેને અહીં લઈ આવ્યો છે.
આદમ કોઈ દુ:ખિયારાં અસહાયને મદદ કરવા હંમેશ તૈયાર હોય જ; અને તેમાંય સ્ત્રી-બાળકને તો ખાસ કરીને. એટલે તેણે તે બાઈને તંબુમાં લાવવા પેલાને જણાવ્યું. પણ એ બાઈ જ્યારે અંદર આવી, ત્યારે આદમ ફેરબ્રધર આશ્ચર્યથી દિમૂઢ થઈ ગયો : તે બાઈ બીજું કોઈ નહિ પણ ગ્રીબા હતી.
પહેલપ્રથમ તો બાપ-દીકરીને આમ અચાનક ભેગા થવાથી આનંદ જ થયો; પણ બંનેએ જેમ જેમ પોતાની કથની કહી સંભળાવવા માંડી, તેમ તેમ તે આનંદ ઊંડા દુ:ખમાં પલટાઈ ગયો.
ગ્રીબાએ પ્રથમ તો પોતાની કહાણીમાંથી જૈસનની વાતને સદંતર બાકાત રાખી હતી; પણ આદમે જ્યારે જૈસનને અહીં ગંધકની ખાણોમાં જોયાની વાત કરી, ત્યારે ગ્રીબાએ એ વાત પણ કરી દીધી.
બીજે દિવસે સવારના આઇસલૅન્ડના જે અફસરોને છૂટા કરવામાં આવ્યા હતા, તથા જે ડેનિશ કેદીઓને છોડી મૂકવામાં આવ્યા હતા, તે સ રેકજાવિક તરફ જવા ઊપડી ગયા. તે દરમ્યાન આદમે પોતાના મન સાથે જે યોજના વિચારી લીધી હતી તે તેણે ગ્રીબાને કહી સંભળાવી –
ગ્રીબા, માઇકેલ સન-લૉકસની આ ધરપકડ અન્યાયી છે. ન્યાયાધીશ કે જરી સમક્ષ કામ ચલાવ્યા વિના માત્ર ગવર્નર-જનરલના કહેવાથી તેને આવી સજા થઈ શકે નહિ. એટલે હું રેપૂજાવિક જઈને પ્રથમ તો જૉર્ગન જૉર્ગન્સનને સમજાવી જોઈશ; અને તે નહિ માને
૧. રિપબ્લિક મટીને ડેનિશ લોકેનું ડેન્માર્કના રાજાનું રાજ્ય હવે થવાથી.