________________
૨૦૨
આત્મ-બલિદાન
રેવિકથી આવી છું. જો તમારે નર્સની જરૂર હોય, તો મને નોકરીએ રાખી લે.”
કૅપ્ટને જવાબ આપ્યો, “હા, હા, અમારું ઇસ્પિતાલ માટે એવા માણસની જરૂર છે જ; જોકે, અમે કોઈ સ્ત્રી એ કામ માટે મળશે એવી કલ્પના નહાતી કરી; પણ તમે બરાબર વખતસર આવી પહોંચ્યાં છો.”
આમ ગ્રીબા પોતાના પતિની નજીકમાં રહેવાની જોગવાઈ તો કરી શકી. પણ તેના મનમાં હવે વિરોધી લાગણીઓ ઉથલપાથલ મચાવવા લાગી : ‘કોઈ વખત માઈકેલ સન-લૉક્સને ઇસ્પિતાલમાં આવવાનું થશે તો ? ભગવાન એવું ન કરે! પરંતુ ભગવાન કરે ને તે મારી સારવાર હેઠળ આવે જ – તો મારા બાપુ મારા પતિના છુટકારા માટે કંઈક કરી શકે તે પહેલાં હું તેમને અહીંથી નાસી છૂટવામાં મદદ જરૂર કરી શકું.' વળી તેને બીજો વિચાર એ આવવા લાગ્યો કે,
જૅસન અહીં મને ભેગા થાય તો શું થાય? માઇકેલ સન-લૉક્સ પણ તેને ભેગા થઈ જાય તો ? ભગવાન .એવું ન કરે! જૅસન તો એમની હત્યા જ કરી નાખશે! પણ કદાચ એમ નયે બને. આ પરિસ્થિતિમાં એકબીજાની નિકટ આવતાં તેઓ એકબીજાની ભલમનસાઇ પામી જાય, અને પોતપોતાનું વેર ભૂલી પણ જાય ! ભગવાન એવું કરે તો કેવું સારું ? ”
"